
ભરૂચના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ સામે આવ્યું.અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે દરોડા પાડીને આ કૌભાંડ ઝડપી લીધું.ભરૂચના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ સામે આવ્યું છે. વૈજ્ઞાનિક ઢબે ત્રણ સ્ટેજમાં નિકાલ કરવાની જગ્યાએ સેંકડો ટન વેસ્ટ ખાડીમાં ધરબી દેવાયો છે. નગરપાલિકાના પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે દરોડા પાડીને સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જે કોન્ટ્રાક્ટરને પ્રદૂષણ દૂર કરવા માટેના પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેણે જ જમીન અને પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કર્યો હતો.
અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે દરોડા પાડીને આ કૌભાંડ ઝડપી લીધું હતું. પાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થે જણાવ્યું હતું કે, જે કોન્ટ્રાક્ટરને પ્રદૂષણ દૂર કરવા માટે પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેણે જ જમીન અને પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કર્યા હતાં. શંકા ના જાય તે માટે વેસ્ટ સેગ્રીગેશન સાઈટ સુકાવલીને અડીને રસ્તો કાઢી અવાવરૂ ખાડીમાં વેસ્ટ ધરબી દેવાયો હતો. અંકલેશ્વર પાલિકાએ આ કૌભાંડ કરનારા કૌન્ટ્રાક્ટરનું ૯૫ લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું હતું. કોન્ટ્રાક્ટરે લેખિત પત્ર સાથે કબૂલાત કરી કચરો હટાવવાની બાંહેધી આપી બચવાનો પ્રયાસ કર્યો હતો.




