
આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જામનગર ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઇ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જામનગરના સ્થાનિક ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં તમામ જાતિઓ ધર્મ અને વર્ગના લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા.
આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ હજારો લોકો સમક્ષ પોતાની વાત રાખતાં કહ્યું કે, 30 વર્ષથી ભાજપ ગુજરાતને લૂંટી રહી છે. તેમણે શાળાઓ બરબાદ કરી દીધી, હોસ્પિટલો બરબાદ કરી દીધી અને આજે રસ્તા બને છે તો બે દિવસમાં તૂટી જાય છે, બ્રિજ બને છે તે પણ તૂટી જાય છે, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે, કોઈપણ વિભાગમાં પૈસા આપ્યા વગર કામ થતું નથી. સૌરાષ્ટ્રની ધરતી પર હું ભગવાનનો આશીર્વાદ લેવા આવ્યો છું અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ વખતે ગુજરાતના લોકોને ભાજપથી મુક્તિ આપો. ભાજપ અને કોંગ્રેસ બંને મળી ને ગુજરાતને લૂંટી રહ્યા છે. આ બધાની સાથે વેપાર ધંધા ચાલે છે. સચ્ચાઈ એ છે કે કોંગ્રેસ ઇચ્છતી જ નથી કે ભાજપ સત્તાથી જાય. આજે થી 30 વર્ષ પહેલા ગુજરાત દેશનું નંબર વન રાજ્ય હતું, ગુજરાત સુખી-સમૃદ્ધ હતું અને અહીંના લોકો પાસે બધું હતું. પરંતુ 30 વર્ષમાં તેમણે ગુજરાતને એટલું બરબાદ કરી દીધું કે ગુજરાત હવે નીચલા પાયાની કક્ષામાં આવે છે. ભાજપ ફક્ત અમીરોની પાર્ટી છે. દર વર્ષે લાખો કરોડનું બજેટ આવે છે તો આ બધો પૈસા ક્યાં જાય છે? સાચી વાત એ છે કે આ બધા પૈસા અમીરો પર જ ખર્ચ થાય છે.
આગળ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, હું અહીં કોઈને ગાળો આપવા આવ્યો નથી પરંતુ આજે હું ગુજરાતના ભવિષ્યની વાત કરવા આવ્યો છું. હું ઈચ્છું છું કે આજે જે ચાર વાતો હું કહેવાનો છું તે ચાર વાતો ગામે ગામ જઈને લોકોને કહો. 2022 પહેલા પંજાબની હાલત ખરાબ હતી અને ત્યાં કોંગ્રેસ તેમજ ભાજપ અને અકાલી દળના ગઠબંધનની સરકાર ચાલતી હતી. બંનેની પાંચ-પાંચ વર્ષની સરકાર રહેતી હતી અને બંને મળી ને પંજાબને લૂંટી રહ્યા હતા. પછી 2022માં પંજાબના લોકોએ આમ આદમી પાર્ટીને 117માંથી 92 સીટ આપી અને છેલ્લા 4 વર્ષથી અમારી સરકાર છે. અને અમે 4 વર્ષમાં પંજાબમાં જે કામ કર્યું છે તે જ કામ અમે ગુજરાતમાં પણ કરી શકીએ છીએ. પંજાબમાં ખેડૂતોની સરકાર છે, આજે પંજાબનો ખેડૂત ખુશહાલ છે અને સમૃદ્ધ છે. કારણ કે પંજાબનો મુખ્યમંત્રી એક ખેડૂતનો દીકરો છે. પહેલા પંજાબમાં રાત્રે ખેતરોમાં પાણી આવતું હતું. અહીં ગુજરાતમાં પણ રાત્રે જ ખેતરોમાં વીજળી આવે છે. હવે અમે પંજાબમાં દિવસે 8 કલાક ખેડૂતોને વીજળી આપીએ છીએ. શું ગુજરાતના ખેડૂતોને પણ દિવસે 8 કલાક વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ? હવે મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં ખેડૂતોની પાક સરકાર ખરીદતી નથી અને જો ખરીદે છે તો મહિનાઓ સુધી ચુકવણી મળતી નથી. પંજાબમાં પણ પહેલા આવું જ હતું, પરંતુ આજે અમારી સરકારમાં ખેડૂત સવારે પાક વેચે છે અને સાંજે સુધી તેના ખાતામાં પૈસા પહોંચી જાય છે. જો ગુજરાતમાં પણ આવી વ્યવસ્થા જોઈએ તો આમ આદમી પાર્ટીને સત્તામાં લાવવી પડશે. ભગવંત માન સાહેબે મુખ્યમંત્રી બન્યા બાદ ખેડૂતોની વીજળી મફત કરી દીધી, આજે કોઈપણ ખેડૂતને સિંચાઈ માટેની વીજળી માટે પૈસા આપવા પડતા નથી. જ્યારે ગુજરાતમાં આજે પણ ખેડૂતોને ખેતી માટે ઉપયોગમાં લેવાતી વીજળીના પૈસા આપવા પડે છે. જો ગુજરાતના ખેડૂતોને ખેતી માટે મફત વીજળી જોઈએ તો તેના માટે તમને ભાજપને ભગાડવી પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર લાવવી પડશે. પહેલા પંજાબમાં માત્ર 20% ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હતું આજે 78% ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે. અને આ અમે ફક્ત 4 વર્ષમાં કરીને બતાવ્યું છે. અહીં સૌરાષ્ટ્રમાં પણ પાણીની સ્થિતિ ખરાબ છે, પીવાનું પાણી મળતું નથી, સિંચાઈ માટે પણ પાણી મળતું નથી, જો તમે આમ આદમી પાર્ટીને સત્તામાં લાવો તો જ પાણીની સમસ્યાનું નિરાકરણ થશે.
આગળ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, હું બીજી મહત્વપૂર્ણ વાત કરવા ઈચ્છું છું કે જો તમારા ઘરમાં કોઈ બીમાર થઈ જાય અને તમે સરકારી હોસ્પિટલમાં જાઓ તો ત્યાં સારવાર થતી નથી, ત્યાં મશીનો કામ કરતી નથી, ડોક્ટરો આવતા નથી, નર્સ સાંભળતી નથી, ટેસ્ટ થતા નથી અને સમગ્ર સરકારી હોસ્પિટલોની સ્થિતિ ખરાબ છે. આજે અમે પંજાબમાં દરેક પરિવાર માટે 10 લાખનું ઈન્શ્યોરન્સ કરી દીધું છે. જો કોઈને કેટલીય મોટી બીમારી થઈ જાય અને તે પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ સારવાર કરાવે તો પણ 10 લાખ સુધીની સારવાર મફતમાં થઈ જાય છે. અમે જ્યારથી આ યોજના લાવ્યા છીએ ત્યારથી ભાજપ અને કોંગ્રેસના લોકો અમને ગાળો આપી રહ્યા છે. મારું કહેવું છે કે મુખ્યમંત્રી અને મંત્રીઓની સારવાર મફતમાં થાય છે તો ખેડૂતો, મજૂરો અને વેપારીઓની સારવાર પણ મફતમાં થવી જોઈએ. અમારા ખેડૂતો સૌથી વધારે કામ કરે છે તો સૌથી પહેલા ખેડૂતોની સારવાર મફતમાં થવી જોઈએ અને પછી મંત્રી અને મુખ્યમંત્રીની સારવાર થવી જોઈએ. જો તમે ઈચ્છો છો કે ગુજરાતમાં પણ આવું થવું જોઈએ તો તેના માટે તમને ભાજપને ભગાડવી પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર લાવવી પડશે.
આગળ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, ત્રીજી મહત્વપૂર્ણ વાત, આજે સમગ્ર પંજાબમાં ઘર માટેની વીજળી મફતમાં મળે છે. ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળે છે પરંતુ પંજાબમાં લોકોનો વીજળીનું બિલ શૂન્ય આવે છે. ગુજરાતમાં લોકોને હજારો રૂપિયા વીજળીનું બિલ ચૂકવવું પડે છે, તો ગરીબ માણસ આટલું બિલ કેવી રીતે ભરે? જ્યારે અમે પંજાબમાં વીજળી મફત કરી ત્યારે ભાજપ અને કોંગ્રેસના લોકો અમને ખૂબ ગાળો આપી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે “બધાને વીજળી મફત આપવાથી સરકારને નુકસાન થશે” પરંતુ મારું માનવું છે કે જો મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્યોની વીજળી મફત છે તો પછી ખેડૂતોને પણ મફત વીજળી મળવી જોઈએ, વેપારીઓને મફત વીજળી મળવી જોઈએ, ગરીબોને મફત વીજળી મળવી જોઈએ, સામાન્ય લોકોને મફત વીજળી મળવી જોઈએ. જો ગુજરાતમાં પણ બધાને મફત વીજળી જોઈએ તો ભાજપને હટાવવી પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર લાવવી પડશે.
આગળ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, ચોથી મહત્વપૂર્ણ વાત, પંજાબમાં ભગવંત માન સાહેબની સરકારે દરેક મહિલાને દર મહિને ₹1000 આપવાનો એલાન કર્યો છે. અમે આ યોજના જાહેર કર્યા પછીથી ભાજપ અને કોંગ્રેસના લોકો આ યોજનાનો ભારે વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં પણ આ શક્ય છે જો તમે ભાજપને ભગાડો અને આમ આદમી પાર્ટીની સરકાર લાવો. ભાજપ 30 વર્ષથી લોકોને લૂંટી રહી છે છતાં લોકો કમળનું બટન દબાવે છે. પરંતુ અત્યાર સુધી લોકો પાસે વિકલ્પ નહોતો, હવે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ છે. તો આ વખતે બધાએ ઝાડૂ ચલાવવો છે. હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે. અહીં ભ્રષ્ટાચાર છે કે નથી? અમે નીચે થી ભ્રષ્ટાચાર ખતમ કરવાની શરૂઆત કરીશું. જેટલા પણ સરકારી પૈસા આવશે તે જનતા પર જ ખર્ચ થશે. તો મેં જે ચાર વાતો કરી છે તે ગુજરાતમાં શક્ય છે અને તેના માટે ગુજરાતમાંથી ભાજપને ભગાડવી પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર લાવવી પડશે. અને હું ઈચ્છું છું કે તમે આ ચાર વાતો ગુજરાતના ગામે ગામે જઈને લોકોને કહો.
જામનગરમાં સભાને સંબોધિત કરતાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે ગુજરાતમાં અનેક વર્ષોથી એક જ પાર્ટીની સરકાર ચાલી રહી છે અને એને બદલવા માટે લોકોએ જે પાર્ટીને વોટ આપ્યા એ કોંગ્રેસ પાર્ટી પણ ભાજપ જોડે મળી ગઈ છે. આ બંને પાર્ટી સાથે મળીને ગુજરાતને લૂંટી રહી છે. આ લોકોએ વાયદો કર્યો હતો કે નર્મદાનું પાણી દરેક ખેતર સુધી પહોંચાડીશું, પણ આ લોકોએ પાણી પહોંચાડ્યું નહીં. અમારી સરકાર પંજાબમાં આવી એ પહેલા ફક્ત 21% થી 22% ખેતરોમાં જ સિંચાઈનું પાણી પહોંચતું હતું પરંતુ હવે ચાર વર્ષમાં અમારી સરકારે પંજાબના 78% ખેતરોમાં પાણી પહોંચાડવાનું કામ કરી દીધું છે. પંજાબમાં અમે ખેડૂતો નો તમામ પાક ખરીદી લઈએ છીએ અને સાંજ સુધીમાં ખેડૂતોને તેના પૈસા પણ મળી જાય છે. જો નિયત સારી હોય તો જ આવા કામ શક્ય બને છે. પંજાબના ખેડૂતો દોઢ વર્ષ સુધી દિલ્હી આગળ જઈને આંદોલન પર બેઠા હતા અને તેઓ MSP માંગી રહ્યા હતા પરંતુ MSP આપવામાં આવી નહીં અને ગુજરાતમાં પણ MSP આપવામાં આવતી નથી કારણ કે અહીંયા કોઈ વિરોધ પક્ષ છે જ નહીં. કારણ કે કોંગ્રેસ પણ ભાજપ જોડે મળેલી છે. માટે અરવિંદ કેજરીવાલજી પહેલી વખત હવે ગુજરાતમાં જાડુ લઈને આવ્યા છે અને આ લોકોની ગંદકી સાફ કરવાના છે. હું આપ તમામ લોકોને કહેવા માગું છું કે જો તમારે તમારું અને તમારા બાળકોનું ભવિષ્ય બદલવું હોય તો ચૂંટણી સમયે જાડુનું બટન યાદ રાખજો. કોઈપણ ચૂંટણી આવે એમાં જાડુનું બટન દબાવી દેજો બાકીનું આગળનું કામ અમારા નેતાઓ કરી દેશે. અમે તમારા દીકરા, તમારા ભાઈ બનીને કામ કરીશું.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સભામાં ઉપસ્થિત હજારો લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી પોતાના દીકરાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, કલેક્ટર પોતાના દીકરાને કલેકટર બનાવવા માંગે છે, ડોક્ટર એના દીકરાને ડોક્ટર બનાવવા માંગે છે, પરંતુ આજે ખેડૂત પોતાના દીકરાને ખેડૂત નથી બનાવવા માંગતો. હું પત્રકાર હતો ત્યારથી કહેતો આવ્યો છું કે જ્યાં સુધી આ દેશના ખેડૂતો ગરીબોવંચી તો શોષિતોનો ઉદ્ધાર નહીં થાય ત્યાં સુધી આ ગુજરાત કે આપણો ભારત દેશ ક્યારેય પણ નંબર વન નહીં બની શકે. હું ખેડૂતનો દિકરો છું તો હું જાણું છું કે આપણે રાત્રે પાણી વાળવા જઈએ છીએ, એપીએમસીઓમાં લાઈનમાં ઊભા રહીએ છીએ અને છેલ્લે ભાવ પણ નથી મળતો. હાલ ભાજપની ખેડૂત વિરોધી નીતિઓ છે એટલા માટે આપણે પોતાના બાળકોને ખેડૂત બનાવવા નથી માંગતા. આજે 50 વિગાના ખેડૂતના દીકરાને પણ લોકો પોતાની છોકરી આપવા તૈયાર નથી. અમેરિકાની સરકાર અમેરિકાના ખેડૂતોને 54 લાખ રૂપિયા સબસીડી આપે છે તો આપણી સરકાર ખેડૂતોને શું આપે છે? અમે જે લડી રહ્યા છે એ લડત ફક્ત ઈસુદાન ગઢવીની કે આમ આદમી પાર્ટીની લડાઈ નથી પરંતુ આ આપણા અસ્તિત્વની લડાઈ છે, ખેડૂતોને અને ખેડૂતોના અસ્તિત્વને બચાવવાની લડાઈ છે. ઘણા ખેડૂતોએ દેવામાં ડૂબીને આપઘાત કરી લીધા અને એ ખેડૂતો માટે આપણું લોહી નહીં ઉપડે તો આ લોકો આપણને રસ્તે રઝળતા કરી દેશે. હાલ ભાજપ સરકાર પોલીસને પણ ઉદ્યોગપતિઓને ભાડે આપી રહી છે. તો મારી માંગ છે કે થાંભલાઓ નાખવા વાળી કંપનીઓને પોલીસ માટે આપવામાં આવે છે એ રીતે ખેડૂતોને પણ પોલીસ ભાડે આપવામાં આવે. ખેડૂતોએ હવે જાતિ જ્ઞાતિ ધર્મ ભૂલીને એક થવાનો સમય આવી ગયો છે. હું તમામ ખેડૂતોને અપીલ કરું છું કે આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની વિધાનસભામાં સરકાર બનાવો, એના પછી કોઈ કલેક્ટર શું મુખ્યમંત્રી પણ ખેડૂતની પરમિશન વગર તેમના ખેતરમાં ઘૂસી નહીં શકે.
વિજય વિશ્વાસ સભાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે હાલની ભાજપ સરકાર મોટી કંપનીઓ, કોન્ટ્રાક્ટરો, દલાલો, એજન્ટો અને કાળા બજારીયાઓના સહારે બનેલી સરકાર છે અને તે સામાન્ય જનતા કરતાં રૂપિયાવાળાઓના હિતમાં કામ કરે છે. તેમણે જણાવ્યું કે આવી સરકાર લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે નહીં પરંતુ થોડા ગણીતા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે કાર્ય કરે છે. તેના વિરોધમાં તેમણે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થયેલા ખેડૂતોને હેક્ટર દીઠ ₹50,000નું વળતર ચૂકવવામાં આવ્યું હતું, જે દેશ માટે એક અનોખું ઉદાહરણ છે. તેમણે ખાસ ભારપૂર્વક કહ્યું કે માત્ર જમીનના માલિકોને જ નહીં પરંતુ ભાગેદારી પર ખેતી કરતા અને મજૂરી પર કામ કરતા ખેડૂતોને પણ અલગથી વળતર આપવાનો નિર્ણય લેવાયો હતો, જે સાચા અર્થમાં ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષો સુધી એક જ પ્રકારની રાજનીતિને સહન કર્યા બાદ હવે લોકો માટે બદલાવ જરૂરી બની ગયો છે. તેમણે જનતાને અપીલ કરતાં કહ્યું કે હવે લોકો પોતાની સરકાર બનાવે એવી સરકાર જે જનતાની હોય, જનતા માટે કાર્ય કરે અને જનતાને જવાબદાર રહે. તેમણે કહ્યું કે આજના યુવાનો અને સ્થાનિક નેતાઓ પર વિશ્વાસ મૂકી તેમને તક આપવાનો સમય આવી ગયો છે. તમારા દીકરાઓ મોટા થઈ ગયા છે, હવે તેમની ઉપર જવાબદારી સોંપવાનો સમય છે, એમ કહી તેમણે લોકોમાં વિશ્વાસ જગાવ્યો. તેમણે જનતાને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાની અપીલ કરી અને જણાવ્યું કે સાચો બદલાવ ત્યારે જ આવશે જ્યારે લોકો એકજુટ થઈને પોતાની હકની લડત લડશે અને સાચી જનતાની સરકાર સ્થાપિત કરશે.
જામનગર જિલ્લાના લાલપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સભામાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ભાજપના શાસનમાં ખેડૂતો, ગામડાં અને પછાત વર્ગોની સતત અવગણના થઈ રહી છે. તેમણે જણાવ્યું કે રાજ્યની આશરે 55 ટકા ગ્રામ્ય વસ્તી માટે ઓછું બજેટ ફાળવવામાં આવે છે, જ્યારે શહેરોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે, જે સ્પષ્ટ અન્યાય છે. વિધાનસભામાં ટ્રેક્ટર લઈને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હોવા છતાં સરકાર તરફથી યોગ્ય જવાબ ન મળ્યાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે આજે પણ ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી, સિંચાઈની સુવિધા, સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરો અને શાળાઓમાં શિક્ષકો જેવી મૂળભૂત જરૂરિયાતો ઉપલબ્ધ નથી. જમીન માપણી જેવા મુદ્દાઓ પર સરકારે ફક્ત કચેરીઓ ખોલવાની જાહેરાતો કરી છે, પરંતુ જમીન સ્તરે કોઈ કાર્ય થતું નથી, જેના કારણે જામનગર જિલ્લામાં હજારો અરજીઓ પેન્ડિંગ છે અને ખેડૂતો મુશ્કેલીમાં છે. તેમણે ઉમેર્યું કે ખેતીમાં ભારે મહેનત છતાં ખેડૂતોને યોગ્ય ભાવ અને વળતર મળતું નથી, તેમજ ખાતર, વીજળી અને અન્ય જરૂરી સગવડો સમયસર ન મળતા તેમની પરિસ્થિતિ વધુ ખરાબ બની રહી છે. હેમંત ખવાએ વધુમાં ગીર, બરડા અને આલેચ વિસ્તારમાં વસતા માલધારી સમાજ અને આદિજાતિ સમુદાયના પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું કે આ વિસ્તારોમાં આજે પણ રસ્તા, વીજળી, પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો ભારે અભાવ છે, જે સ્વતંત્રતાના દાયકાઓ પછી પણ ચિંતાજનક છે. તેમણે ચેતવણી આપી કે જો માલધારી સમાજના આદિજાતિ હકોમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો અથવા કાયદાકીય હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો સમગ્ર માલધારી સમાજ એકજુટ થઈ તેનો કડક વિરોધ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતો અને માલધારીઓના હકો માટે આમ આદમી પાર્ટી સતત લડત લડી રહી છે અને આ અવાજને મજબૂત બનાવવા માટે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપના ઉમેદવારોને જીતાડવું જરૂરી છે. અંતમાં તેમણે 2027માં સત્તા પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યક્ત કરીને જનતાને ન્યાય, સમાનતા અને વિકાસ માટે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાની અપીલ કરી.
જામનગર જિલ્લાના લાલપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સભામાં AAPના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે પાર્ટી સામાન્ય લોકો અને ખેડૂતોના હક્ક માટે સતત સંઘર્ષ કરી રહી છે અને આવનારા સમયમાં ગુજરાતમાં પણ સત્ય અને ન્યાયની જીત થશે. તેમણે રામ નવમીના પવિત્ર પ્રસંગે રાજ્ય અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને આ દિવસને અધર્મ પર ધર્મની જીતનું પ્રતિક ગણાવી, ગુજરાતમાં પણ બદલાવનો સમય આવી ગયો હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે ખેડૂતો માટે લડતા નેતાઓએ જેલવાસ ભોગવ્યો હોવાનો ઉલ્લેખ કરીને કહ્યું કે સાચા અર્થમાં ખેડૂતો માટે લડવાની હિંમત માત્ર આમ આદમી પાર્ટી પાસે છે. પ્રવીણ રામે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે ખેડૂતોના પ્રશ્નો જેમ કે પાકની સહાય, જમીન માપણી, પાણીની અછત જેવા મુદ્દાઓ પર સરકાર નિષ્ફળ ગઈ છે અને ફક્ત જાહેરાતો કરે છે, પરંતુ જમીન સ્તરે કામ થતું નથી. તેમણે ઉમેર્યું કે ખેડૂતોને વારંવાર લાઈનમાં ઊભા રહેવા મજબૂર કરવામાં આવે છે અને તેમની સમસ્યાઓનું કોઈ સ્થાયી નિરાકરણ નથી. અંતમાં તેમણે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાની અપીલ કરી અને જણાવ્યું કે આ પાર્ટી જ ખેડૂતો અને સામાન્ય લોકોના હક્ક માટે સચ્ચાઈથી લડી રહી છે, જેથી ગુજરાતમાં વિકાસ અને ન્યાયની નવી દિશા સ્થાપિત થઈ શકે.




