
ઇમરાન ખાને વધી રહેલા હિંસાત્મક ફિલ્મોના ટ્રેન્ડ વિશે ખુલીને વાત કરી.“લોહીમાં તરબતર ચહેરા અને ગુસ્સે ભરાયેલાં પાત્રોમાં મને રસ નથી”.ફિલ્મમાં ભૂમિ પેડનેકર તેની સાથે લીડ રોલમાં જાેવા મળશે અને હાલ ફિલ્મ પોસ્ટ-પ્રોડક્શન સ્ટેજમાં છે. ૨૦૦૮માં ‘જાને તુ… યા જાને ના’થી કૅરિઅરની શરૂઆત કરીને લોકપ્રિયતા મેળવનાર, ઇમરાન ખાન લાંબા વિરામ બાદ હવે પોતાની કમબેક ફિલ્મ ‘અધૂરે હમ અધૂરે તુમ’ માટે તૈયારી કરી રહ્યો છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર આસ્ક મી એનિથિંગ અંતર્ગત પોતાના ફૅન્સ સાથે વાત કરી હતી, જેમાં તેણે પોતાની કમબેક ફિલ્મ, બોલિવૂડ ટ્રેન્ડ્સ અને પર્સનલ પસંદગી વિશે ખુલીને વાત કરી હતી.એક ફૅને તેને વિનંતી કરી કે તે હાલ ટ્રેન્ડમાં ચાલતા ‘માચો’ અને હિંસક પાત્રોમાં ન જાય.
તેના જવાબમાં ઇમરાન ખાને કહ્યું, “હા, મને લોહીમાં તરબતર, દાઢીધારી ગુસ્સે ભરેલા માણસનું પાત્ર ભજવવામાં કોઈ રસ નથી. એ જૉનરમાં પહેલાંથી જ ઘણી ફિલ્મો છે.”આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ કે શું આ રણબીર કપૂરની ‘એનિમલ’ (૨૦૨૩) અથવા રણવીર સિંહની ‘ધુરંધર’ જેવી ફિલ્મો પર આ કટાક્ષ હતો.બીજા એક યુઝરે પૂછ્યું કે આજકાલના બોલિવૂડ હીરો “લાઉડ, આક્રમક અને ઘણીવાર મહિલાઓ પ્રત્યે તકલીફજનક વર્તનને ગ્લોરિફાઈ કરે છે.” આ બાબતે પ્રતિસાદ આપતા ઇમરાને લખ્યું, “મેં પણ આ ટ્રેન્ડ નોંધ્યો છે અને મારું મન પણ એનાથી અશાંત થાય છે. આ ફિલ્મો ઘણીવાર એવા અપરિપક્વ પુરુષોના હિંસક વર્તનને યોગ્ય ઠેરવે છે, જે સ્વીકારી શકતા નથી કે કોઈ મહિલા તેમને નકારી શકે. હિંસા અને ટૉક્સિસિટી બતાવવી અને તેને સમર્થન આપવું — આ બંનેમાં મોટો ફરક છે.”પોતાની કમબેક ફિલ્મ વિશે વાત કરતા ઇમરાન ખાને કહ્યું, “મને લાગે છે કે આજકાલની ફિલ્મોમાં સહાનુભૂતિ, કરુણા અને જવાબદારી જેવી લાગણીઓ ઓછી જાેવા મળે છે. અમે ‘અધૂરે હમ અધૂરે તુમ’માં ખાસ કરીને આ પ્રકારની લાગણીઓ પર ધ્યાન આપ્યું છે.”ફિલ્મમાં ભૂમિ પેડનેકર તેની સાથે લીડ રોલમાં જાેવા મળશે અને હાલ ફિલ્મ પોસ્ટ-પ્રોડક્શન સ્ટેજમાં છે. રિલીઝ અંગે તેણે જણાવ્યું કે ફિલ્મ આ વર્ષના અંતમાં આવી શકે છે, જાેકે અંતિમ ર્નિણય ઓટીટી પ્લેટફર્મ પર આધારિત રહેશે.




