
લોકોને રસોઇ અને ઉજાસ માટે અગવડતા ન રહે તે માટે ર્નિણય.ઊર્જા સંકટ વચ્ચે કેરોસીનનો પુરવઠો વધારવા સરકારનો ર્નિણય.સરકારે નિયમિત ફાળવણી ઉપરાંત ૪૮,૦૦૦ કિલોલીટર કેરોસીન વધારાનું આપવાનો ર્નિણય કર્યો છે.હોર્મુઝ સંકટ અને વૈશ્વિક ઊર્જા પુરવઠામાં આવેલા અવરોધો વચ્ચે ભારત સરકારે એક મહત્વનો ર્નિણય લીધો છે. સરકારે કેરોસીન એટલે કે ઘાસલેટનો સપ્લાય સરળ બનાવવા માટે નિયમોમાં છૂટછાટ આપી છે.
આનો હેતુ એ છે કે જે વિસ્તારોમાં ગેસ કે વીજળીની અછત છે, ત્યાં લોકોને રસોઈ બનાવવા અને પ્રકાશ માટે તાત્કાલિક કેરોસીન મળી રહે.સરકારે જણાવ્યું કે પેટ્રોલિયમ સુરક્ષા અને લાયસન્સ સંબંધિત નિયમોમાં કામચલાઉ ધોરણે છૂટછાટ આપવામાં આવી છે. આનાથી ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જરૂરિયાત મુજબ કેરોસીનનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. ઈરાન યુદ્ધના કારણે વિશ્વભરમાં ઊર્જા પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે ત્યારે આ ર્નિણય લેવાયો છે. ભારત પણ તેની અસરોથી બચવા માટે ઉપાયો કરી રહ્યું છે.સરકારે નિયમિત ફાળવણી ઉપરાંત ૪૮,૦૦૦ કિલોલીટર કેરોસીન વધારાનું આપવાનો ર્નિણય કર્યાે છે. આનાથી રાજ્યોને જરૂરિયાત મુજબ તાત્કાલિક સપ્લાય વધારવામાં મદદ મળશે. આ પગલું ખાસ કરીને એવા વિસ્તારો માટે મહત્વનું છે, જ્યાં રાંધણ ગેસની ઉપલબ્ધતા મર્યાદિત છે.સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું છે કે તેઓ જિલ્લાઓમાં એવા સ્થળોની ઓળખ કરે જ્યાં કેરોસીનની જરૂરિયાત વધુ છે. તેના આધારે વિતરણ કરવામાં આવશે, જેથી સપ્લાય યોગ્ય જગ્યાએ પહોંચે અને કોઈને મુશ્કેલી ન પડે.




