
પાંચ પ્રોટોટાઈપ તૈયાર કરવા એચએએલ સહિત ત્રણ કંપનીઓ શોર્ટ લિસ્ટ કરાઈ રૂ.૧૫,૦૦૦ કરોડના ખર્ચે કોમ્બેટ ફાઈટરના ઉત્પાદનની તૈયારી શરૂ રૂપિયા ૨૫,૫૦૩ કરોડના ખર્ચે જાહેર વિતરણની સાર્થક-પીડીએસ યોજના પાંચ વર્ષ લંબાવાઈ
દેશને સંરક્ષણ ક્ષેત્રે આર્ત્મનિભર બનાવવાની દિશામાં સરકારે વધુ એક મહત્વનો ર્નિણય લીધો છે. સંરક્ષણ મંત્રાલયે આશરે રૂ.૧૫,૦૦૦ કરોડના ખર્ચે, એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ)ના પાંચ પ્રોટોટાઈપના ડેવલપમેન્ટ અને ઉત્પાદન માટે ત્રણ બિડર્સની રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ શોર્ટ લિસ્ટ કરી દેશમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) ઉપરાંત વધુ એક ફાઈટર જેટ ઉત્પાદન સુવિધા શરૂ કરવાનો માર્ગ મોકળો કર્યાે છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા અંતિમ પસંદગીમાં સ્થાન પામેલાં ત્રણ બિડર્સમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ), લાર્સન એન્ડ ટુબ્રો અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઈએલ) તથા ભારત ફોર્જ અને ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (બીઈએમએલ)નો સમાવેશ થાય છએ. અમેરિકન જીઈ-૪૧૪ એન્જિનથી સજ્જ એએમસીએનું ઉત્પાદન ડીઆરડીઓની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (એડીએ)ની ડીઝાઈન અને નિપુણતા હેઠળ તૈયાર કરાશે. એએમસીનું પ્રથમ પ્રોટોટાઈપ ૨૦૨૭ના પ્રારંભમાં તૈયાર થાય તેવી શક્યતા છે, જ્યારે પાંચમી જનરેશનના મલ્ટિ-રોલ ફાઈટરની પ્રથમ ફ્લાઈટ ૨૦૨૮-૨૦૨૯ની વચ્ચે ઉડાન ભરશે. જ્યારે તેનું ઉત્પાદન ૨૦૩૦ના મધ્યમાં થશે, જેમાં નવા વર્ઝનના ફાઈટર જેટ ભારતમાં ઉત્પાદિત ૧૨૦ કિ.મી. ળેન્ચ સરફાન એન્જિનથી સજ્જ હશે. સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી દ્વારા પાંચ પ્રોટોટાઈપના ડેવલપમેન્ટને મંજૂરી આપ્યાં બાદ ચાલુ મહિને આંધ્રપ્રદેશના પુટ્ટાપાર્થી ખાતે રૂ.૧૫,૮૦૩ કરોડના ખર્ચે ઈન્ટિગ્રેશન એન્ડ ફ્લાઈટ ટેસ્ટિંગ કોમ્પ્લેક્સના નિર્માણ માટે ખાતમૂહર્ત કરાયું હતું. સુપર ક્રૂઝ, ઈન્ટર વેપન્સ બે તથા એડવાન્સ્ડ એઆઈથી સજ્જ એએમસીએ ટૂંક સમયમાં યુએસના એફ-૩૫, ચીનના જે-૨૦ તથા રશિયાન સુખોઈ-૫૭ સાથે સ્પર્ધા કરશે.જાહેર વિતરણ વ્યવસ્થાને ટેન્કોલોજી આધારીત સુધારાઓથી સજ્જ બનાવવા માટે કેન્દ્રીય કેબિનેટે રૂ.૨૫,૫૩૦ કરોડની સાર્થક-પીડીએસ સ્કીમને પાંચ વર્ષ માટે માર્ચ, ૨૦૩૧ સુધી લંબાવવાને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ લીધેલાં અન્ય ર્નિણયો અંતર્ગત, અનાજના આંતરરાજ્ય પરિવહન માટે કેન્દ્ર દ્વારા રાજ્યો અને સંઘ પ્રદેશોને અપાતી સહાય ઉપરાંત ફેર પ્રાઈઝ શોપ્સના ડીલરના નફાના ગાળોમાં પણ સુધારો કરવાને મંજૂરી આપી છે.



