
૨૯ માર્ચ, ૨૦૨૬ના રોજ એક દિકરાનું આગમન થયું સોનમ – આનંદ આહુજા બીજી વખત માતા-પિતા બન્યાં સોનમ કપૂરે નવેમ્બર ૨૦૨૫માં પોતાની બીજી પ્રેગનન્સીની જાહેરાત કરી હતી, જ્યારે તેણે પિંક કો-ઓર્ડ સેટ પહેરેલી પોતાની તસવીર પોસ્ટ કરી હતી
સોનમ કપૂર અને આનંદ આહુજા બીજી વખત માતા-પિતા બન્યાં છે. તેમને ત્યાં ૨૯ માર્ચ, ૨૦૨૬ના રોજ એક દિકરાનું આગમન થયું છે.આ સારા સમાચાર તેમનાં ફેન્સ સાથે શેર કરતાં, આહુજા પરિવારે તેમનાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક દિલને સ્પર્શે એવી નોંધ લખી હતી. તેમણે લખ્યું, “અપાર આભાર અને પ્રેમથી ભરેલા હૃદય સાથે, આજે ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ અમારા દિકરાના આગમનની જાહેરાત કરતાં અમને ખૂબ આનંદ થાય છે. અમારા પરિવારમાં વધારો થયો છે અને તેના આગમન સાથે અમારા હૃદય સૌથી સુંદર રીતે નવા મહેમાનને આવકારવા મોટા થઈ ગયાં છે. વાયુ પોતાના નાના ભાઈનું સ્વાગત કરવા માટે ખૂબ જ ખુશ છે અને આ અમૂલ્ય નવા જીવનથી અમને ખુબ આશીર્વાદ મળ્યા હોય એવું અનુભવીએ છીએ, જેણે અમારા ઘરને ખુશી અને કૃપાથી ભરી દીધું છે.
અમે ચાર સભ્યોના પરિવારમાં આ સુંદર નવા અધ્યાયની શરૂઆત કરવા માટે આભારી છીએ. પ્રેમ સાથે, સોનમ, આનંદ અને વાયુ.” આ સારા સમાચાર બહાર આવતા જ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી તેમનાં મિત્રો તેમને પ્રેમ અને આશીર્વાદ આપવા લાગ્યાં હતાં. કરીના કપૂર ખાને કપલને શુભેચ્છા પાઠવી અને લખ્યું, “અભિનંદન સોના અને આનંદ” સાથે અનેક લાલ દિલના ઇમોજી મૂક્યા. પરિણીતી ચોપરાએ લખ્યું, “કોન્ગ્રેટ્સ્સ્સ”. દિયા મિર્ઝા, હુમા કુરેશી, વાણી કપૂર, સંજય કપૂર, રિયા કપૂર અને અન્યોએ પણ પોસ્ટ પર પ્રેમ વરસાવ્યો અને વિવિધ ઇમોજી મૂક્યાં હતાં.સોનમ કપૂરે નવેમ્બર ૨૦૨૫માં પોતાની બીજી પ્રેગનન્સીની જાહેરાત કરી હતી, જ્યારે તેણે પિંક કો-ઓર્ડ સેટ પહેરેલી પોતાની તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેણે સુંદર રીતે બેબી બંપ દેખાડ્યો હતો. સોનમ કપૂરે ૨૦૧૮માં ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં. આ કપલે ઓગસ્ટ ૨૦૨૨માં પોતાનાં પહેલા દિકરા, વાયુનું સ્વાગત કર્યું હતું. હવે તેઓ ચાર સભ્યોનો ખુશ પરિવાર બની ગયા છે.




