
(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત.
ગુજરાતના સુપ્રસિધ્ધ ૧૦૮ ના મહંત જેઓ ગોધરાના સંચેલાવ રેલ્વે સ્ટેશનની સામે આદિવાસી વિસ્તારમાં શિષ્યોને ઉપદેશ આપી વ્યસનોથી મુકત કરવાના વર્ષોથી પ્રયાસ કરી રહેલા છે. તેઓના આશ્રમ ખાતે હજારોની સંખ્યામાં લોકો તેમના દર્શન અને સત્સંગ માટે આવતા હોય છે. તેઓની અસીમ કૃપા તેમના પાટવી શિષ્ય સંતશ્રી બજરંગદાસ પર છે. સંતશ્રી બજરંગદાસ ૧૦૮ મહંતશ્રી ચેતનદાસ સાહેબ આજ રોજ દૈનિક વર્તમાનપત્ર ગરવી ગુજરાત સુરતના કાર્યાલય ખાતે પધાર્યા હતા અને ગરવી ગુજરાતના પત્રકારોને આર્શીવચન આપી જીવનનું મર્મ સમજાવ્યો હતો અને અનેક દ્રષ્ટાંતો ધ્વારા મનુષ્ય જીવન જીવવાનો રસ્તો બનાવ્યો હતો. પત્રકારો ને નીડર અને નિષ્પક્ષ રીતે સારી હકીકત ને ઉજાગર કરવા જણાવ્યુ હતું. સત્યનો હંમેશા વિજય થાય છે. તેમ તેમણે જણાવ્યુ હતું.




