
૩૮૨ ઘરોને આંશિક નુકસાન થયું પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ભારે વરસાદથી ૪૫ લોકોના મોત, ૧૦૫ ઘાયલ પીડીએમએના મર્હાનિદેશકે ચેતવણી જાહેર કરી છે કે ૯ એપ્રિલ સુધી પ્રાંતના ઘણા ભાગોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સતત ભારે વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા ૧૦ દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ૪૫ લોકોનાં મોત થયા છે અને ૧૦૫ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આ અંગે પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા રવિવારે આ માહિતી આપી હતી. પીડીએમએ રિપોર્ટ અનુસાર ૨૫ માર્ચથી સતત પડી રહેલા સતત વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં ૨૩ બાળકો, ૧૭ પુરુષો અને ૫ મહિલાઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન ઘાયલોમાં ૪૫ પુરુષો, ૧૬ મહિલાઓ અને ૪૪ બાળકોનો સમાવેશ થાય છે. તેમજ ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં ઘરોની છત અને દિવાલો તૂટી પડી જેના કારણે જાનમાલનું વ્યાપક નુકસાન થયું.અહેવાલ મુજબ, ૪૪૨ ઘરોને અસર થઈ છે. જેમાંથી ૩૮૨ ઘરોને આંશિક નુકસાન થયું છે જ્યારે ૬૦ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ અસરગ્રસ્ત ઘરો બે ડઝનથી વધુ જિલ્લાઓમાં સ્થિત છે. પીડીએમએ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે બચાવ અને રાહત કામગીરી ચાલુ છે, જેમાં પીડીએમએ રેસ્ક્યુ ૧૧૨૨, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત એજન્સીઓ નજીકના સંકલનમાં કામ કરી રહી છે.પીડીએમએના મર્હાનિદેશકે ચેતવણી જાહેર કરી છે કે ૯ એપ્રિલ સુધી પ્રાંતના ઘણા ભાગોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને, પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને સંવેદનશીલ વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા અને સરકારી ર્નિદેશોનું કડક પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.




