
કાર્યવાહી શૂન્ય; ઉદ્યોગો પાયમાલ ગુજરાતમાં ગેસની અછત ન હોવાનો દાવો છતાં બ્લેક-માર્કેટિંગના ૨૧૫ કેસ અત્યાર સુધીમાં કાળાંબજારિયાઓને રોકવા માટે ૨૪૫૧ સ્થેળે ડિસ્ટ્રીબ્યુટર્સ સહિતના લોકો પર દરોડા પાડ્યા રાંધણગેસના બાટલાની કોઈજ અછત ન હોવાની અને કંપનીઓ પાસે પૂરત જથ્થો ઉપલબ્ધ હોવાના કંપનીઓના દાવા વચ્ચે ગરીબ વર્ગના કે મધ્યમ વર્ગના ગેસધારકોની ફરિયાદ છે કે રાંધણગેસના બાટલાને ૨૦૦૦થી ૪૦૦૦ રૂપિયા માગવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકારે રાંધણગેસના કાળાં બજાર રોકવા માટે અત્યાર સુધીમાં કાળાંબજારિયાઓને રોકવા માટે ૨૪૫૧ સ્થેળે ડિસ્ટ્રીબ્યુટર્સ સહિતના લોકો પર દરોડા પાડ્યા છે. કાળાંબજારીની શક્યતા ધરાવતા ૨૧૫ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જાેકે, આ કેસ પૂરા કરવાની કોઈ નિસ્ચિત સમયમર્યાદા ન હોવાથી સરકારી તંત્રએ દરોડા પાડ્યા પછીય કાળાં બજારમાં સિલિન્ડર વેચાતા હોવાની ફરિયાદો ચાલુ જ છે. કારણ કે કાળાં બજાર કરનારા ૨૧૫ લોકો સામે હજુ સુધી કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી. તેમના નિવેદનો લેવાની અને તપાસ કરવાની બાકી છે. પરિણામે રાંધણગેસના બાટલા ન મળે તેના ઉચાટ વચ્ચે જ નીચલા મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો જીવી રહ્યા છે.ગુજરાત સરકારના સિવિલ સપ્લાય વિભાગના જાેઈન્ટ ડિરેક્ટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે દરોડા પાડ્યા બાદ કાળાંબજારિયાઓ સામે કરવામાં આવેલા કેસોની કાર્યવાહી આગામી મહિનાઓમાં ચાલશે. તેની રજૂઆતને સાંભળવામાં આવશે. ત્યારબાદ તેની સામે વ્યક્તિગત ઓર્ડર થશે. તેને ગુનેગારા ઠેરવવામાં આવશે પેનલટી કરવામાં આવશે. અત્યાર સુધી કોઈ સામે કાર્યવાહી તો પેનલટી થઈ નથી.રાંધણગેસના બાટલાની અછત ન થાય તે માટે પીએનજી જાેડાણ ડિપોઝિટ વિના જ પંદર દિવસમાં આપી દેવાની મોટા ઉપાડે સરકારે જાહેરાત કરી હોવા છતાંય છેલ્લા એક મહિનામાં કેટલા નવા જાેડાણો આપવામાં આવ્યા તે અંગેની કોઈ જ વિગતો પત્રકાર પરિષદની આયોજન કરનારા અધિકારીઓ આપી શક્યા નથી.
માત્ર કંપનીઓનો ક્લાયન્ટ બેઝ વધે તે માટે જ ડિપોઝિટ લીધા વિના જ પંદરથી વીસ દિવસમાં પીએનજી જાેડાણ આપવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાંય છેલ્લા એક માસમાં કેટલાને અરજન્સીમાં પીએનજી જાેડાણ આપવામાં આવ્યા તેની કોઈ જ વિગતો ઇન્ડિયન ઓઈલ કોર્પાેરેશન કે પછી સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આપી શક્તા નથી. માત્ર કંપનીઓને નવા જાેડાણ લેનારા મળી રહે તે માટે જ આ જાહેરાત કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે.બીજીતરફ ગેસ સપ્લાયની કોઈ જ અછત ન હોવાના દાવા વચ્ચે પીએનજી સપ્લાય કરતી કંપનીઓએ પીએનજીના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મિટરે ૨ રૂપિયા અને ઉદ્યોગને આપવામાં આવતા સીએનજીના એમએમબીટીયુ દીઠ ભાવમાં ૧૫૦ રૂપિયાની આસપાસનો વધારો કરી દીધો છે. મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને પણ સીએનજીનો સપ્લાય સાવ જ બંધ કરી દેવામાં આવ્યો છે. બીજીતરફ ઇન્ડિયન ઓઈલ કોર્પાેરેશનના આઈઓસીના નોડલ ઓફિસર સંજીબ બેહરાઓ જણાવ્યું હતું કે, ‘પેટ્રોલ, ડિઝલ કે રાંધણગેસની કોઈ જ અછત નથી. છતાંય રેસિડેન્શિયલ જાેડાણ ધારકોને અગ્રક્રમ આપવા માટે કોમર્શિયલ એલપીજીનો સપ્લાયમાં ૩૦ ટકા કાપ મૂકવામાં આવ્યો છે. ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝને તેમની જરુરિયાતના ૭૦ ટકા સપ્લાય આપવામાં આવે છે. ડેરી ઉદ્યોગમાં પણ વાસ્તવિક જરુરિયાત સામે ૭૦ ટકા ગેસનો સપ્લાય જ આપવામાં આવી રહ્યો છે.




