
મહાનગરપાલિકાની ચૂંટણીઓનો જંગ બરાબરનો જામ્યો અમદાવાદમાં ભાજપના ૭૦% કોર્પોરેટરોની ટિટ્ઠષ્ઠકિટ કપાશે મનપા ચૂંટણીમાં ભાજપનો મોટો ર્નિણય, ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૩ ટર્મવાળા કોર્પોરેટરોની ટિકિટ કપાશે
ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓનો જંગ બરાબરનો જામ્યો છે. ઉમેદવારોની પસંદગીને લઈને તમામ રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર અને મંથન ચાલી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે અમદાવાદમાં ‘નો રિપીટ’ થિયરી અપનાવીને ૭૦% જેટલા વર્તમાન કોર્પોરેટરોની ટિકિટ કાપવા જઈ રહી છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક કથિત ઓડિયો ક્લિપ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ મૌન તોડ્યું છે.
ભાજપના આંતરિક સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકામાં એકદમ સ્વચ્છ છબી ધરાવતા અને બિનવિવાદાસ્પદ ચહેરાઓને જ ચૂંટણી મેદાનમાં ઉતારવાનો કડક ર્નિણય લીધો છે. આ અંતર્ગત ઉંમરના બાધ મુજબ જે કોર્પોરેટરોની ઉંમર ૬૦ વર્ષથી વધુ થઈ ચૂકી છે,
તેમને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં. આ સાથે જ ટર્મના નિયમ અનુસાર જે નેતાઓ સળંગ ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂક્યા છે, તેમના પણ પત્તા કપાશે. આ નવા નિયમોના કારણે અમદાવાદના વર્તમાન ૭૦ ટકા જેટલા ભાજપના કોર્પોરેટરોની ટિકિટ કપાવવી લગભગ નક્કી મનાઈ રહી છે.
ચૂંટણીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની એક કથિત ઓડિયો ક્લિપ ભારે વાયરલ થઈ રહી હતી. આ વિવાદ વધતા આખરે ઇટાલિયાએ મૌન તોડ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ વાયરલ ઓડિયો સંપૂર્ણપણે ફેક અને બનાવટી છે. વિરોધીઓ દ્વારા તેમને બદનામ કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AAP) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ડીપફેક ઓડિયો તૈયાર કરવામાં આવ્યો છે.
ટિકિટ ફાળવણીની રેસમાં હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભાજપ કરતા આગળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટી (છછઁ) દ્વારા પોતાના ઉમેદવારોની ૭મી યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. કોંગ્રેસે ૭ મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોની પ્રથમ યાદી અગાઉ જ જાહેર કરી દીધી હતી, જ્યારે આજે પાર્ટી પોતાનું બીજું લિસ્ટ પણ જાહેર કરી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે. બીજી તરફ, સત્તાધારી પક્ષ ભાજપે હજુ સુધી કોઈ ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. છેલ્લા ત્રણ દિવસથી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે, જેમાં ઝોન વાઈઝ દરેક બેઠક પર મંથન કરીને અંતિમ યાદી ફાઈનલ કરવામાં આવી રહી છે




