
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
કતારગામના ટુંકી ગામના રે.સ.નં. ૩૮, TP સ્કીમ નં. ૨૫ (સીંગણપોર ટુંકી) ફા.પ્લોટ નં. ૫૪ વાળી જગ્યામાં મોતી પેલેસ તથા હરિકૃષ્ણા કોમ્પ્લેક્ષની વચ્ચે આવેલ પ્લોટ નં. ૮૧ તથા ૮૨ વાળી જમીન અરજદાર સુરેશભાઈ ઝીણાભાઈ ઉર્ફે ભૂપેન્દ્રભાઈ પટેલ ની વડીલોપાર્જિત વારસાઈ હક્કની સંયુક્ત માલીકી તથા કબજા ભોગવટાની ચાલી આવેલ છે.
એ જમીનમાં સામાવાળા ગૌતમચંદ ભીખાજી રાજપુરોહિત અને અન્યોએ એક સંપ થઈને વગર પરવાનગી એ ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે. જે અંગે અમો અરજદારે કલેક્ટરશ્રી નું ધ્યાન દોરી સત્ય હકીકતથી વાકેફ કરતા મે. કલેક્ટરશ્રી સુરતના એ તેમના હુકમમાં તા.૧૬/૩/૨૦૦૫ ના રોજ સામાવાળાઓને સદર જમીનમાં કોઈપણ બાંધકામ ન કરવા તથા કોઈને વેચાણ કે તબદીલ ન કરવા અંગે મનાઈ હુકમ ફરમાવેલ છે. આ મનાઈ હુકમની નકલો સુરત મ.ન.પા કમિશ્નરશ્રી, સર્કલ ઓફીસરશ્રી એન.એ રાંદેર વિભાગ સુરત તથા
નાયબ કલેક્ટરશ્રી ચોર્યાસી પ્રાંત સુરત તથા સીટી તાલુકા મામલતદાર સુરત, સીટી તલાટી શ્રી ટુંકી, તાલુકા સુરત તથા મેન્ટેનન્સ સર્વેયર, સીટી સર્વે સુપ્રિ.શ્રી નં-૧ સુરત તથા ચીટનીશ શાખા સુરત તથા ટેનન્સી શાખા સુરત તથા વધારાના મામલતદાર અને કૃષિ પંચ ચોર્યાસી સુરતનાઓને નકલો પહોંચાડવામાં આવેલ છે અને સામાવાળાઓને આ ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક અસરથી બંધ કરવા અને નળ કનેક્શન જોડાણ ન આપવા સુચના મળેલ હોવા છતાં બાંધકામ આજદિન સુધી લગાતાર બેરોકટોક ચાલી રહેલ છે.
જે અંગેની વારંવાર ફરિયાદો અરજદાર દ્વારા કરવા છતાં આજદિન સુધી સામાવાળાઓ કલેક્ટરના મનાઈ હુકમ નો ભંગ કરી ને ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા હોવા કોઈ કાર્યવાહી કરવામાં સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી રહી નથી.
કતારગામના ઝોનલ ઓફિસરને લેખિત રજૂઆત છતાં મ.ન.પા ના લાંચિયા અધિકારીઓ એકવાર બાંધકામ તોડી પાડીને બાંધકામ અટકાવી દીધેલ પરંતુ વહેવાર થઈ ગયેલ હોય તેમ આ બાંધકામ ફરીવાર ચાલુ થઈ ગયેલ છે. એટલે મ.ન.પા ના અધિકારીઓ મનફાવે તેવો વહીવટ કરી રહ્યા છે. કલેક્ટરના મનાઈ હુકમને પણ કતારગામ ઝોનના અધિકારીઓ ઘોળીને પી ગયા છે. જેથી અરજદારે સુરત મ.ન.પાના કમિશ્નરને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે. જોઈએ મ.ન.પા કમિશ્નર કેવો ન્યાય આપે છે?




