
તમિલ સિનેમાનું ભવિષ્ય જાેખમમાં છે: ધનંજયન રિલીઝ થાય તે પહેલા જ લીક થઈ દિગ્ગજ એક્ટરની છેલ્લી ફિલ્મ અનેક પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સે આ મુદ્દે એકજુથ થઈને પાયરેસી મામલે ઠોસ પગલા લેવાની માગ કરી સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ રિલીઝ થાય તે પહેલા જ લીક થતાં મેકર્સ ભડક્યાં છે.
આ ફિલ્મ સાથે જાેડાયેલી આશરે ૫ મિનિટની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં લીક થઈ છે. ફિલ્મની ક્લિપમાં થલાપતિ વિજયનો ઈન્ટ્રોડક્શન સીન અને એક ગીતનો એક ભાગનો સમાવેશ હોવાના અહેવાલ છે. આ મામલે ફિલ્મ મેકર્સમાં ચિંતા વધી છે, કારણ કે ફિલ્મને લઈને પહેલાથી જ ભારે ચર્ચા અને ઉચ્ચ અપેક્ષાઓ હતી.‘જન નાયકન’ ફિલ્મના પ્રોડ્યુસર ધનંજયને સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરતાં લખ્યું કે, ‘જે લોકો ફેક એકાઉન્ટથી વીડિયો શેર કરી રહ્યા છે, તેને સાયબર સેલ દ્વારા તાત્કાલિક બ્લોક કરવા જાેઈએ.’ ફિલ્મના પ્રોડ્યુસરે આ ઘટનાને ચોંકાવનારી અને નીંદનીય ગણાવીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.ધનંજયને KVN પ્રોડ્ક્શનને એક્શન લેવા કહ્યું છે. તેમણે લખ્યું કે, ‘જન નાયકત ફિલ્મની ટીમે ફરિયાદ નોંધાવવી જાેઈએ અને લીક થયેલા ફૂટેજને વધુ ફેલાવતા રોકવા જાેઈએ. મોડું થાય તે પહેલા કોર્ટમાં જઈને તમામ લીક ફોટો-વીડિયોને હટાવવા જાેઈએ.
ફિલ્મને લાખો લોકો ગેરકાયદે રીતે જાેઈ શકે છે, જેનાથી ભારે નુકસાન થશે.’ ચિંતા વ્યક્ત કરતા ધનંજયને લખ્યું કે, ‘આ વીડિયો શેર કરવાનું બંધ કરો. તમિલ સિનેમાની આવક અને ભવિષ્યનો નાશ ન કરો.’ આ સાથે તેઓએ ફિલ્મની ક્લિપ લીક કરાવાનારાઓને પણ ઠપકો આપ્યો અને કહ્યું કે, ‘આવી ઘટનાઓ ફિલ્મ ઉદ્યોગને અસુરક્ષિત અને અનિશ્ચિત બનાવી રહી છે.’‘જન નાયકન’ થાલપતિ વિજયની છેલ્લી ફિલ્મ હોવાનું મનાય છે. તેવામાં ફિલ્મની ક્લિપ લીક થતાં મેકર્સ અને ફેન્સ બંનેમાં રોષ જાેવા મળી રહ્યો છે. અનેક પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સે આ મુદ્દે એકજુથ થઈને પાયરેસી મામલે ઠોસ પગલા લેવાની માગ કરી છે.‘જન નયાગન’નું ડાયરેક્શન એચ. વિનોથ દ્વારા કરવામાં આવ્યું છે. વિજય ઉપરાંત ફિલ્મમાં પૂજા હેગડે, મમિતા બૈજુ, બોબી દેઓલ અને પ્રિયામણીનો સમાવેશ થાય છે. આ ફિલ્મ મૂળ ૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની હતી. જાેકે, CBFC સર્ટિફિકેટ ન મળવાને કારણે અને વિવિધ કાનૂની મુદ્દાઓને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. હાલમાં તેની રિલીઝ તારીખને લઈને સસ્પેન્સ શરૂ છે.




