
ફેબ્રુઆરીમાં થયેલાં આ કરારની સમીક્ષા જરૂરી બની વેપાર કરારની ચર્ચા માટે ભારતનું પ્રતિનિધિ મંડળ ૨૦મીએ US જશે અમેરિકામાં ટેરિફના માળખાંમાં થયેલાં ફેરફાર બાદ કરારની સમીક્ષા જરૂરી બની છે: વાણિજ્ય સચિવ ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર મંત્રણાને આખરી ઓપ આપવા માટે બંને દેશોના મુખ્ય મંત્રણાકારો વચ્ચે આગામી ૨૦ એપ્રિલથી વોશિંગ્ટનમાં ત્રણ દિવસની બેઠક યોજાશે. આ અંગે માહિતી આપતાં સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા ટેરિફમાં કરાયેલાં ફેરફારને પગલે ફેબ્રુઆરીમાં થયેલાં આ કરારની સમીક્ષા જરૂરી બની છે.વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, કરાર પર વધુ ચર્ચા કરવી આવશ્યક હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, મુખ્ય મંત્રણાકાર દર્પણ જૈનના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિ મંડળ ચાલુ મહિનાની ૨૦મી તારીખે અમેરિકાની મુલાકાતે જશે. અમે કાનૂની કરારને અંતિમ સ્વરૂપ આપવા પ્રયત્નશીલ છીએ. અમેરિકા દ્વારા ગયા મહિને ભારત સહિત વિશ્વના અનેક દેશો વિરુદ્ધ કલમ ૩૦૧ હેઠળ શરૂ કરાયેલી બે તપાસના મુદ્દે પણ બેઠક દરમિયાન ચર્ચા કરાશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ભારતે ગત ફેબ્રુઆરી મહિનામાં દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાનું માળખું નક્કી થયાની જાહેરાત કરી હતી. આ માળખાં હેઠળ અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કરવા સહમતિ દાખવી હતી. જાેકે અમેરિકન સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના આદેશ વિરુદ્ધ આપેલાં ચુકાદાને પગલે અમેરિકામાં ટેરિફનું ગણિત સમૂળગું બદલાઈ ગયું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, ટ્રમ્પે વિશ્વના તમામ દેશો પર ૨૪મી ફેબ્રુઆરીથી ૧૫૦ દિવસ માટે ૧૦ ટકા ટેરિફ લાદ્યો હતો.
Related posts:
- શેખ મોહમ્મદ બિન ઝાયેદે ભારત સાથે સંરક્ષણ, અવકાશ અને ઊર્જા ક્ષેત્રે મહત્વના કરારો પર હસ્તાક્ષર મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર.શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત સાથે સંરક્ષણ, અવકાશ, ઉર્જા ક્ષેત્રોને આવરી લેતા કરારો...
- ફ્રાન્સમાં 15 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, સંસદે બિલ મંજૂર વધુ એક દેશની સંસદમાં બિલ મંજૂરફ્રાન્સમાં ૧૫ વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધફ્રાન્સ પહેલા ઓસ્ટ્રેલિયાએ ડિસેમ્બર...
- યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ પર સૈનિકો ટોઈલેટ સમસ્યાથી દુઃખી, ઈરાન સામે તૈનાત જહાજમાં તણાવ સૈનિકો વચ્ચે અંદરો-અંદર ‘ઝઘડો’ ઈરાન સામે યુદ્ધ લડવા દરિયામાં ઉતરેલું અમેરિકા વિચિત્ર સંકટમાં ફસાયું દુનિયાના સૌથી મોંઘા અને...




