
પતિએ કર્યો મોટો ખુલાસો, કેસમાં આવ્યો નવો વળાંક પ્રેગ્નેન્ટ છે મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા મોનાલિસા ગર્ભવતી છે અને તેના કારણે હાલમાં તે મુસાફરી કરવા અથવા તપાસ એજન્સીઓ સામે હાજર થવાની સ્થિતિમાં નથી મધ્ય પ્રદેશમાં ચર્ચિત કુંભ મેળા વાયરલ ગર્લ મોનાલિસા ભોસલેને લઈ એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. તેનો પતિ ફરમાન ખાને પોલીસને જાણકારી આપી છે કે મોનાલિસા ગર્ભવતી છે અને તેના કારણે હાલમાં તે મુસાફરી કરવા અથવા તપાસ એજન્સીઓ સામે હાજર થવાની સ્થિતિમાં નથી. આ સમગ્ર ઘટનાક્રમ મામલો હવે વધારે સંવેદનશીલ બની ગયો છે. જ્યાં એક તરફ લગ્નને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, તો વળી બીજી તરફ પ્રેગ્નેન્સીને લઈ તપાસમાં નવો વળાંક આવી ગયો છે.
આ મામલો ત્યારે વધારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે મોનાલિસા ભોસલે અને ફરમાન ખાનના લગ્નને લઈ પહેલાથી જ તપાસ ચાલી રહી છે. પોલીસે આ લગ્ન સાથે જાેડાયેલા તથ્યો અને પરિસ્થિતિઓની પડતાલ કરી રહી છે. આ દરમ્યાન ફરમાન ખાને દાવો કર્યો કે, મોનાલિસાની તબિયત અને ગર્ભાવસ્થાને જાેતા તેને હાલમાં કોઈ પણ પૂછપરછ માટે બોલાવવી શક્ય નથી.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મોનાલિસાને ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન માટે તપાસ અધિકારીઓ સામે હાજર થવું પડશે. પણ પતિ તરફથી આપવામાં આવેલી જાણકારી બાદ હવે તપાસની પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. પોલીસે આ દાવાની સત્યતા ચકાસી રહી છે અને મેડિકલ આધાર પર સ્થિતિ સ્પષ્ટ કરવાની કોશિશમાં લાગેલી છે.
હકીકતમાં જાેઈએ તો, છોકરીના પરિવાર અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. તેમણે મધ્ય પ્રદેશના મંડલેશ્વર ડીએસપી પાસે ફરિયાદ નોંધાવી હતી કે ફરમાન ખાન તેમની સગીર દીકરીને ફોસલાવીને લગ્ન કર્યા છે. આ મામલામાં પોલીસે બંનેને હાજર થવા કહ્યું હતું. તો વળી કેરલા હાઈકોર્ટે આ મામલામાં રાહત આપતા છોકરી અને તેના પતિની ધરપકડ કરી ૨૦ મે સુધી તેમના પર રોક લગાવી દીધી હતી.
આ અગાઉ ૧૧ માર્ચના રોજ છોકરી તિરુવનંતપુરના થમ્પાનૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા કે તેના પિતા બળજબરી તેને ઘરે લઈ જઈ બીજે લગ્ન કરાવવા માગે છે. છોકરીએ સ્પષ્ટ રીતે ફરમાન સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.



