
રિતેશ દેશમુખની રાજા શિવાજીનું ટ્રેલર લોંચ રિતેશે છત્રપતિ શિવાજી મહારાજને જીવંત બનાવ્યા ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન જાેડાયા, સલમાન ખાનની ખાસ એન્ટ્રી હશે રિતેશ દેશમુખની રાજા શિવાજીનું ટ્રેલર લોંચ થઈ ચૂક્યું છે. રિતેશ દેશમુખે આ ઐતિહાસિક ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું છે.
આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના વૈભવી જીવન પર આધારિત છે અને મરાઠા રાજાના શૌર્યને દર્શાવવા માટે ભવ્ય સ્તરે બનાવવામાં આવી છે, જ્યાં તેમણે મુગલો સામે લડત આપી હતી.રાજા શિવાજીનું ટ્રેલર છત્રપતિ શિવાજી મહારાજના ઉદયની ભવ્ય અને સિનેમેટિક ઝલક આપે છે, જેમાં એક દૃઢ નિશ્ચય ધરાવતા યુવા યોદ્ધાથી લઈને દંતકથા સમાન રાજા બનવા સુધીની તેમની સફર દર્શાવવામાં આવી છે. તેમાં હાઇ-ઓક્ટેન યુદ્ધ દૃશ્યો, ધારદાર રાજકીય ષડયંત્રો અને અસરકારક સંવાદો દર્શાવવામાં આવ્યા છે, જે તેમના શોષણ સામેના પ્રતિકાર અને સ્વરાજ સ્થાપવાના દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે. ટ્રેલરમાં વિવિધ મહત્વપૂર્ણ પાત્રોની પણ ઝલક જાેવા મળે છે—વિશ્વાસુ સાથીઓથી લઈને શક્તિશાળી વિરોધીઓ સુધી—જે આંતરિક સંઘર્ષ અને બહારથી આવતા જાેખમો અને ચેતાવણીઓની ઝલક આપે છે. રિતેશ દેશમુખ એક દૃઢ અને ર્નિભય નેતા તરીકે જાેવા મળે છે. રાજા શિવાજીમાં રિતેશ દેશમુખ સાથે સંજય દત્ત, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન, મહેશ માંજરેકર, સચિન ખેડેકર, બોમન ઈરાની, ભાગ્યશ્રી, ફરદીન ખાન, જિતેન્દ્ર જાેશી, અમોલ ગુપ્તે અને જેનેલિયા દેશમુખ જેવા શક્તિશાળી કલાકારો છે.
વધુમાં, સલમાન ખાન ખાસ કેમિયો રોલમાં દેખાશે.સલમાન ખાને આ ફિલ્મમાં પોતાના કેમિયો માટે ૨ દિવસ ફાળવ્યા હતા. હવે ફિલ્મના રિતેશ દેશમુખે બિગ બોસ મરાઠી સીઝન ૬ દરમિયાન આ વાત જાહેર કરી દીધી છે. શોના ફાઇનલ એપિસોડમાં તેણે જેનેલિયા દેશમુખ અને અભિષેક બચ્ચનનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન રિતેશે ખુલાસો કર્યાે હતો કે સલમાન ખાન ખરેખર ફિલ્મમાં દેખાશે. તે ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના વિશ્વાસુ યોદ્ધા જીવ મહાલાનું પાત્ર ભજવશે.આ જાહેરાત બાદ પ્રેક્ષકોમાં જાેરદાર ઉત્સાહ જાેવા મળ્યો અને વિડિયો ઝડપથી વાયરલ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે રિતેશે સલમાન ખાનને આ ખાસ ભૂમિકાની ઓફર કરી, ત્યારે તે તરત જ રાજી થઈ ગયો હતો. મરાઠી અને હિન્દીમાં બનેલી રાજા શિવાજી ૧ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.



