
ગત વર્ષે પદ્મશ્રી મળ્યો હતો ગુજરાતમાં કુષ્ઠ રોગીઓ માટે જીવન સમર્પિત કરનાર સુરેશ સોનીનું નિધન સુરેશભાઇ સોનીનું હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે સુરેશ સોનીએ છેલ્લાં ૩૭ વર્ષથી કુષ્ઠ રોગીઓની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમની સહયોગ સંસ્થા અનેક કુષ્ઠ રોગીઓનું ઘર છે, જ્યા જરૂરિયાતમંદ લોકો આવીને રહે છે. મૂળ વડોદરાના સુરેશ સોનીએ સાબરકાંઠાને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેઓએ હિંમતનગરના રાજેન્દ્રનગર પાસે આખું સહયોગનગર ઉભું કર્યું હતુ.
કુષ્ઠ રોગીઓની સારવારમાં જીવન ખર્ચી નાંખનાર સુરેશ સોનીને હજી ગત વર્ષે ૨૦૨૫ માં જ પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે તેમને પદ્મ પુરસ્કાર એનાયત કરાયો હતો. ૮૧ વર્ષની વયે પણ સુરેશ સોનીએ સેવાનો અખંડ જ્યોત પેટવીની રાખ્યો હતો. તેમના પરિવારજનો પણ તેમના આ કાર્યમાં સહભાગી થઈને કુષ્ઠ રોગીઓની સેવા કરે છે. તેમના પત્નીએ પણ આજીવન તેમને સાથ આપ્યો છે.
સુરેશ સોની મૂળ વડોદરાના શિનોર ગામના વતની હતી. તેઓ ૧૯૮૮ માં હિંમતનગર સ્થાયી થયા હતા. અહી તેઓએ કુષ્ઠ રોગીઓની સારવાર માટે સહયોગ સંસ્થાનું નિર્માણ કર્યું હતુ. ૩૭ એકરમાં ફેલાયેલા વિસ્તારને આજે લોકો મીની ઈન્ડિયા તરીકે ઓળખે છે.



