
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ છગનલાલ ડી. મેવાડા, મહામંત્રી શૈયદભાઈ શેખ ધ્વારા એક લેખિત રજૂઆત મ્યુ.કમિશ્નરને કરતાં જણાવ્યું હતું કે, હાલ સુરત સહિત ગુજરાત રાજયમાં ગરમીનું પ્રમાણ ખુબ જ વધ્યું છે,જેથી હિટવેવ નું જોખમ ખૂબ જ રહેલ છે.જેના કારણે (છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ છગનલાલ ડી. મેવાડા, મહામંત્રી શૈયદભાઈ શેખ ધ્વારા એક લેખિત રજૂઆત મ્યુ.કમિશ્નરને કરતાં જણાવ્યું હતું કે, હાલ સુરત સહિત ગુજરાત રાજયમાં ગરમીનું પ્રમાણ ખુબ જ વધ્યું છે,જેથી હિટવેવ નું જોખમ ખૂબ જ રહેલ છે.જેના કારણે સફાઈ કામદારોને તેમની ફરજ દરમ્યાન ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ઊંચા તાપમાનમાં લાંબા સમય સુધી કામ કરવાથી તેમના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. સુરત મહાનગરપાલિકા ધ્વારા હિટવેવ ને કારણે સ્થાનિક લોકોના આરોગ્ય ઉપર ગંભીર અસર ના પડે તે હેતુથી શહેરના દરેક ટ્રાફિક સિગ્નલો ઉપર ગ્રીન કાર્પેટવાળો મંડપ બનાવવામાં આવ્યો છે. તથા પોલીસ તંત્ર ધ્વારા પણ બપોરે ૧૨ થી સાંજના ૪ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામા આવેલ છે. સુરત શહેરમાં સ્વચ્છતાની કામગીરી કરતાં સફાઈ કામદારો પણ શહેરને સ્વચ્છ બનાવવામાં આકળી ગરમીમાં કામ કરતાં હોય છે તેઓને પણ હિટવેવની અસર થઈ શકે છે અને તેઓનું આરોગ્ય પણ ખરાબ થઈ શકે છે. આવા સંજોગોમાં સફાઈ કામદારોના હિતને ધ્યાનમાં રાખીને નીચે મુજબના પગલાં લેવામાં આવે.
(૧) ગરમીના સીઝનમાં કામનો સમય સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી રાખવામાં આવે.
(૨) ફરજ દરમ્યાન સફાઈ કામદારોને લીંબુ પાણી, છાશ તથા ORS જેવી આરોગ્યપ્રદ પીણાની સુવિધા આપવામાં આવે.
(૩) જરૂર મુજબ આરામ માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવે.
ઉપરોકત પગલાં લેવાથી સફાઈ કામદારોના આરોગ્યનું સંરક્ષણ થશે અને તેઓ વધુ અસરકારક રીતે તેમની ફરજ બજાવી શકશે. તેથી ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસની માંગણી ને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ.સફાઈ કામદારોને તેમની ફરજ દરમ્યાન ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ઊંચા તાપમાનમાં લાંબા સમય સુધી કામ કરવાથી તેમના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. સુરત મહાનગરપાલિકા ધ્વારા હિટવેવ ને કારણે સ્થાનિક લોકોના આરોગ્ય ઉપર ગંભીર અસર ના પડે તે હેતુથી શહેરના દરેક ટ્રાફિક સિગ્નલો ઉપર ગ્રીન કાર્પેટવાળો મંડપ બનાવવામાં આવ્યો છે. તથા પોલીસ તંત્ર ધ્વારા પણ બપોરે ૧૨ થી સાંજના ૪ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામા આવેલ છે. સુરત શહેરમાં સ્વચ્છતાની કામગીરી કરતાં સફાઈ કામદારો પણ શહેરને સ્વચ્છ બનાવવામાં આકળી ગરમીમાં કામ કરતાં હોય છે તેઓને પણ હિટવેવની અસર થઈ શકે છે અને તેઓનું આરોગ્ય પણ ખરાબ થઈ શકે છે. આવા સંજોગોમાં સફાઈ કામદારોના હિતને ધ્યાનમાં રાખીને નીચે મુજબના પગલાં લેવામાં આવે.
(૧) ગરમીના સીઝનમાં કામનો સમય સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી રાખવામાં આવે.
(૨) ફરજ દરમ્યાન સફાઈ કામદારોને લીંબુ પાણી, છાશ તથા ORS જેવી આરોગ્યપ્રદ પીણાની સુવિધા આપવામાં આવે.
(૩) જરૂર મુજબ આરામ માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવે.
ઉપરોકત પગલાં લેવાથી સફાઈ કામદારોના આરોગ્યનું સંરક્ષણ થશે અને તેઓ વધુ અસરકારક રીતે તેમની ફરજ બજાવી શકશે. તેથી ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસની માંગણી ને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ.



