
ઓટો-રિક્ષા ચાલકો વચ્ચે વારંવાર ઘર્ષણ થાય છે.કાલુપુર સ્ટેશન ઓટો-રિક્ષા ચાલકો અને RPF વચ્ચે અથડામણ.ઓટો-રિક્ષા ચાલકોએ ઘાયલ વ્યક્તિને મદદ કરવા દરમિયાનગીરી કરી, ત્યારે RPF કર્મચારીઓ એ તેમને પણ માર માર્યો હતા.૩ જાન્યુઆરીની સવારે, અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર ઓટો-રિક્ષા ચાલકો અને RPF ના કર્મચારીઓ(RPF employees) વચ્ચે મુસાફરો ઉપાડવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દલીલ બાદ, ઓટો-રિક્ષા ચાલકોએ RPFકર્મચારીઓને ઘેરી લીધા હતા,
તેમના કોલર પકડી લીધા હતા, અપશબ્દો ફેંક્યા હતા અને તેમને ધમકી આપી હતી. આ ઝઘડા પછી, રેલવે PRO અજય સોલંકીએ આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે તેમને કોઈ નક્કર માહિતી કે પુરાવા મળ્યા નથી, તેથી તેઓ કોઈ જવાબ આપી શક્યા નથી. આ ઘટનાએ ફરી એકવાર રેલ્વે સ્ટેશનો પર ઓટો-રિક્ષા ચાલકો અને RPF કર્મચારીઓ વચ્ચે વારંવાર થતી અથડામણનો મુદ્દો સામે લાવ્યો છે.
ગઈકાલે વહેલી સવારે, કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરો ઉપાડવાના મુદ્દે ઓટો-રિક્ષા ચાલકો અને આરપીએફ કર્મચારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટના દરમિયાન, કેટલાક RPFકર્મચારીઓએ પાર્ક કરેલા ઓટો-રિક્ષા ચાલકોને લાકડીઓથી માર માર્યો હતો. એક ઓટો-રિક્ષા ચાલકને ર્નિદયતાથી માર મારવામાં આવ્યો હતો અને તે જમીન પર પડી ગયો હતો. જ્યારે અન્ય ઓટો-રિક્ષા ચાલકોએ ઘાયલ વ્યક્તિને મદદ કરવા દરમિયાનગીરી કરી, ત્યારે RPF કર્મચારીઓ એ તેમને પણ માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
ગઈકાલે RPF કર્મચારીઓ દ્વારા ઓટો-રિક્ષા ચાલકોને માર મારવાના વીડિયો બાદ, આજે બીજાે એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઓટો-રિક્ષા ચાલકો RPFઅધિકારીને ઘેરી લેતા અને તેમનો કોલર પકડી લેતા દેખાય છે. અધિકારીએ ઓટો-રિક્ષા ચાલકોને દૂર જવા કહ્યું, પરંતુ તેઓએ તેમને ગાળો આપી અને ધમકી આપી. ઓટો-રિક્ષા ચાલકોના આ બેફામ વર્તન બાદ, RPF કર્મચારીઓ એકઠા થયા અને તેમનો સામનો કર્યો. આ અથડામણ દરમિયાન, RPF કર્મચારીઓએ ઓટો-રિક્ષા ચાલકોને માર માર્યો. RPF એ ઓટો-રિક્ષા ચાલકોના વર્તન અને હુમલા અંગે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે મુસાફરો ઉપાડવાના મુદ્દાને લઈને RPF કર્મચારીઓ અને ઓટો-રિક્ષા ચાલકો વચ્ચે વારંવાર ઘર્ષણ થાય છે.
જ્યારે ઓટો-રિક્ષા ચાલકો મુસાફરો ઉપાડવા માટે સ્ટેશન પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, ત્યારે RPF કર્મચારીઓ તેમને રોકે છે. આ જ કારણ છે કે આ અથડામણ થઈ.




