
ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય પાછળનો ખર્ચ વધ્યો.ભારત દુનિયાનો ૫મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો.સૈન્ય અભિયાન દરમિયાન સેનાને યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર રાખવા સશસ્ત્ર દળોએ તાત્કાલિક ધોરણે હથિયારો અને સાધનસામગ્રીની ઘણી મહત્વપૂર્ણ ખરીદીઓ કરી.વર્ષ ૨૦૨૫માં દુનિયાભરમાં પોતાની સેનાઓ પર સૌથી વધુ ખર્ચ કરનારા દેશોની યાદીમાં ભારત પાંચમા સ્થાને રહ્યું છે. વૈશ્વિક સૈન્ય ખર્ચમાં ભારતની હિસ્સેદારી ૩.૨% રહી છે. પાકિસ્તાન આ મામલે ભારતની આસપાસ પણ ઊભેલું દેખાતું નથી. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રિપોર્ટ અનુસાર, અમેરિકા (USA),, ચીન, રશિયા અને જર્મની આ લિસ્ટમાં ટોપ ૪ દેશો છે. ત્યારબાદ ભારત ૫મા નંબર પર છે. ૨૦૨૫માં ભારતનો સૈન્ય ખર્ચ ૯૨.૧ અબજ ડોલર રહ્યો, જે અગાઉના વર્ષની સરખામણીમાં ૮.૯% વધુ છે. આ વધારાનું એક મોટું કારણ પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલું ઓપરેશન સિંદૂર હતું. આ સૈન્ય અભિયાન દરમિયાન સેનાને યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર રાખવા સશસ્ત્ર દળોએ તાત્કાલિક ધોરણે હથિયારો અને સાધનસામગ્રીની ઘણી મહત્વપૂર્ણ ખરીદીઓ કરી હતી.સિપરી (SIPRI) ના આંકડા દર્શાવે છે કે, ભારતના પાડોશી દેશોએ પણ પોતાની સેના પર ખર્ચ વધાર્યાે છે. દુનિયામાં બીજાે સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ ચીન છે. તેણે પોતાના સંરક્ષણ બજેટમાં ૭.૪% નો વધારો કર્યાે છે, જેનાથી તેનો કુલ ખર્ચ ૩૩૬ અબજ ડોલર થઈ ગયો છે. જ્યારે પાકિસ્તાને આર્થિક પડકારો હોવા છતાં સૈન્ય ખર્ચમાં ૧૧% નો વધારો જાેવા મળ્યો છે. માત્ર ૧૧.૯ અબજ ડોલરના ખર્ચ સાથે પાકિસ્તાન આ ૪૦ દેશોની યાદીમાં ૩૧મા સ્થાને છે.સૈન્ય પાછળ ખર્ચ કરનાર ટોચના ત્રણ દેશોમાં અમેરિકા, ચીન અને રશિયા મળીને વૈશ્વિક સૈન્ય ખર્ચનો ૫૧% હિસ્સો કવર કરે છે. આ ત્રણેય દેશોએ કુલ ૧,૪૮૦ અબજ ડોલરનો ખર્ચ કર્યાે છે. વર્ષ ૨૦૨૫માં આખી દુનિયાનો સૈન્ય ખર્ચ વધીને ૨,૮૮૭ અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.વૈશ્વિક સ્તરે ખર્ચ વધવાનું સૌથી મોટું કારણ યુરોપ રહ્યું, જ્યાં સૈન્ય ખર્ચમાં ૧૪% નો વધારો (કુલ ૮૬૪ અબજ ડોલર) થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધના ચોથા વર્ષમાં પ્રવેશવા અને નાટો (NATO) દેશો દ્વારા શસ્ત્રસજ્જ થવાની કોશિશોને કારણે શીત યુદ્ધ (Cold War) પછી યુરોપમાં આ સૌથી ઝડપી વાર્ષિક વધારો છે.માર્ચમાં પ્રકાશિત સિપરીના અન્ય એક રિપોર્ટ “ટ્રેન્ડ્સ ઇન ઇન્ટરનેશનલ આર્મ્સ ટ્રાન્સફર્સ” અનુસાર, ૨૦૧૬-૨૦ અને ૨૦૨૧-૨૫ના સમયગાળા વચ્ચે ભારતની હથિયારોની આયાતમાં ૪% નો ઘટાડો આવ્યો છે.આયાતમાં સ્થાન: ઘટાડા છતાં, ભારત હજુ પણ સૈન્ય હાર્ડવેરની આયાત કરતો દુનિયાનો બીજાે સૌથી મોટો દેશ (Importer) છે. વૈશ્વિક હથિયાર આયાતમાં તેનો હિસ્સો ૮.૨% છે. તેનું મુખ્ય કારણ ચીન અને પાકિસ્તાન સાથે સરહદ પર ચાલી રહેલો તણાવ છે. જાે કે, છેલ્લા એક દાયકામાં ભારતે પોતાની ખરીદ નીતિમાં મોટો ફેરફાર કર્યાે છે. ભારત હવે રશિયાને બદલે પશ્ચિમી દેશો (ખાસ કરીને ફ્રાન્સ, ઇઝરાયલ અને અમેરિકા) તરફ વળી રહ્યું છે.ભારતની કુલ હથિયાર આયાતમાં રશિયાનો હિસ્સો ૨૦૧૧-૧૫ માં ૭૦% હતો, જે ૨૦૧૬-૨૦ માં ઘટીને ૫૧% અને ૨૦૨૧-૨૫ માં ૪૦% રહી ગયો છે. આમ છતાં, વર્તમાનમાં ભારતને સૈન્ય હાર્ડવેર પૂરા પાડતા ટોચના ત્રણ દેશો રશિયા, ળાન્સ અને ઇઝરાયલ જ છે.ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિ અને વર્તમાન પડકારોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ૧ ફેબ્રુઆરીએ રજૂ કરેલા ૨૦૨૬-૨૭ ના કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે મસમોટી રકમ ફાળવી છે.



