
ત્રણેય ચૂંટણી કમિશનરોની સંમતિ અંગે પણ સવાલ રાહુલ ગાંધીના ૪૮ સવાલો પર સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને જવાબ રજૂ કરવા આદેશ આ અંગે ચૂંટણી પંચના ર્નિણય અને તેની પાછળની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે
ચૂંટણી પંચની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) અને મતદાર યાદીમાં થયેલા ફેરફારોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા બ્લોકના નેતાઓએ ચૂંટણી પંચને ૪૮ લેખિત સવાલો પૂછવાની મંજૂરી માગી છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પોતાનો જવાબ અને વાંધા રજૂ કરવા જણાવ્યું છે. હવે આ મામલે આગામી સુનાવણી ૯ ડિસેમ્બરે થશે.
રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ અરજીમાં ચૂંટણી પંચને ૪૮ પ્રશ્નોના જવાબ સોગંદનામા મારફતે આપવા દેવાની માગણી કરી છે. આ પ્રશ્નો મુખ્યત્વે દેશવ્યાપી SIR પ્રક્રિયા શરૂ કરવાનો ર્નિણય કેવી રીતે લેવામાં આવ્યો, તેની પ્રક્રિયા શું હતી અને ચૂંટણી પંચના ત્રણેય સભ્યોની તેમાં સંમતિ હતી કે નહીં તે અંગે છે.
અરજદારોનો દાવો છે કે SIR દરમિયાન મતદાર યાદીમાં મોટા પાયે નામો દૂર કરવામાં આવ્યા હોવાના સવાલો ઊભા થયા છે. આ અંગે ચૂંટણી પંચના ર્નિણય અને તેની પાછળની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે.
અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ તથા વિવેક જાેશીએ SIR સંબંધિત ર્નિણયો સર્વસંમતિથી લીધા હતા કે નહીં તે અંગે પણ માહિતી માગવામાં આવી છે.
ચૂંટણી પંચ તરફથી ર્નિણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જાેકે, અરજદારો આ દાવાને સમર્થન આપતા દસ્તાવેજાે, ફાઇલ નંબર અને સંબંધિત બેઠકોની વિગતો પણ જાણવા માગે છે.
વિપક્ષના ૪૮ પ્રશ્નોમાં SIR દરમિયાન મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો સામેલ છે. ઓનલાઈન ફોર્મ-૬માં કરવામાં આવેલા ફેરફારો, મતદાર ડેટાબેઝની પ્રક્રિયા અને મોટા પાયે નામો દૂર કરવાની કાર્યવાહી અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે.
આ ઉપરાંત મતદાર યાદીના ડેટાબેઝ સુધી ખાનગી કોન્ટ્રાક્ટરોને કોઈ પ્રકારની ઍક્સેસ આપવામાં આવી હતી કે નહીં અને મતદારોના નામ દૂર કરવાનો ર્નિણય કયા સ્તરે અને કોના આદેશથી લેવામાં આવ્યો હતો તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે ચૂંટણી પંચને અરજી સામે પોતાનો જવાબ અને વાંધા રજૂ કરવા જણાવ્યું છે. ચૂંટણી પંચ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ ગંભીર વાંધા રજૂ કર્યા હતા, જ્યારે રાહુલ ગાંધી તરફથી કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા.
કોર્ટના આદેશ બાદ હવે ચૂંટણી પંચ પોતાનો પક્ષ રજૂ કરશે અને ત્યારબાદ કોર્ટ નક્કી કરશે કે વિપક્ષી નેતાઓને આ ૪૮ સવાલો ચૂંટણી પંચ સમક્ષ સત્તાવાર રીતે મૂકવાની મંજૂરી આપવી કે નહીં.
સુપ્રીમ કોર્ટે હાલ ચૂંટણી પંચને રાહુલ ગાંધીના ૪૮ સવાલોના સીધા જવાબ આપવાનો અંતિમ આદેશ આપ્યો નથી. પ્રથમ તબક્કે ચૂંટણી પંચને અરજી અંગે પોતાનો જવાબ અને વાંધો રજૂ કરવાની તક આપવામાં આવી છે.
હવે ૯ ડિસેમ્બરે થનારી સુનાવણીમાં કોર્ટ આ ૪૮ સવાલો પૂછવાની મંજૂરી અંગે ર્નિણય લઈ શકે છે. SIR પ્રક્રિયા, મતદાર યાદીમાં થયેલા ફેરફારો અને ચૂંટણી પંચની ર્નિણય પ્રક્રિયાને લઈને ચાલી રહેલી કાનૂની ચર્ચામાં આ સુનાવણી મહત્વપૂર્ણ બની શકે છે.




