
કાૅંગ્રેસ-આપનો સફાયો.રાજ્યની તમામ ૧૫ મનપામાં ભાજપની બમ્પર જીત થઇ.અમદાવાદ મનપાની ૧૯૨ સીટમાંથી અત્યાર સુધીમાં આવેલા પરિણામાં ૧૫૮ બેઠકો પર ભાજપે જીત મેળવી છે.ગુજરાતની તમામ ૧૫ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. અમદાવાદ મનપાની ૧૯૨ સીટમાંથી અત્યાર સુધીમાં આવેલા પરિણામાં ૧૫૮ બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે ૧૮ બેઠક કોંગ્રેસે જીતી છે. કેટલીક સીટોના પરિણામ બાકી છે. રાજકોટ મનપામાં ભાજપને ૬૫ બેઠકો મળી છે. કોંગ્રેસને ૭ બેઠકો મળી છે. પોરબંદર મહાનગરપાલિકા કુલ ૫૨ માંથી ૫૨ બેઠક પર ભાજપની જીત થઈ છે. જામનગર મહાનગરપાલિકામાં ૬૪ બેઠકમાંથી ૫૬ બેઠકો ભાજપને મળી છે. એક વોર્ડમાં ગણતરી ચાલી રહી છે.
વાપી મહાનગરપાલિકામાં ભાજપની જીત:
વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ ૫૨ સીટોમાંથી ભાજપે ૩૭ બેઠકો કબજે કરી છે. આથી કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છે. વાપી મહાનગરપાલિકાની યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં ભાજપે મેદાન મારતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે.
નવસારી મનપામાં ભાજપની જીત
નવસારી મહાનદરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની ૫૦ બેઠકો પર જીત થઈ છે. કાૅંગ્રેસના ખાતામાં ૨ બેઠકો આવી છે.
આ ૧૫ મહાનગરપાલિકામાં ભાજપની જીત
વાપી
મોરબી
નવસારી
નડિયાદ
કરમસદ-આણંદ
સુરત
મહેસાણા
જામનગર
ભાવનગર
સુરેન્દ્રનગર
વડોદરા
અમદાવાદ
રાજકોટ
પોરબંદર
ગાંધીધામ
ગુજરાતની૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની કુલ ૨૬,૧૯૬ બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે.
નગરપાલિકાની સ્થિતિ: રાજ્યની ૮૪ નગરપાલિકાઓમાં ભાજપે સપાટો બોલાવતા ૧૬૭૬ બેઠકો પર કબ્જાે જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર ૩૬૭ બેઠકો પર સમેટાઈ ગઈ છે.
જિલ્લા પંચાયતની સ્થિતિ: ૩૪ જિલ્લા પંચાયતોમાં પણ ભાજપનો જ દબદબો જાેવા મળ્યો છે. ભાજપે અહીં ૭૦૧ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, તો તેની સામે કોંગ્રેસને ફક્ત ૧૦૩ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.



