
જાવેદ અખ્તરે ધુરંધરને સત્ય અને દેશભક્તિનું પ્રતિબિંબ ગણાવી.પ્રોપેગાંડા ફિલ્મોમાં શું ખોટું છે? : જાવેદ અખ્તર.ધુરંધર: ધ રિવેન્જે વાર્તાને વિસ્તારી, ભૂતકાળના પરિણામોમાં વધુ ઊંડાણ કર્યું અને રાજકીય તથા ભાવનાત્મક દાવને વધાર્યા.પીઢ ગીતકાર અને સ્ક્રીનરાઇટર જાવેદ અખ્તરે તાજેતરમાં ધુરંધર અને તેની સીક્વલ ધુરંધર ધ રિવેન્જની સફળતા અંગે ચાલી રહેલી ચર્ચા પર પોતાના વિચાર રજુ કર્યા છે. તાજેતરના એક કાર્યક્રમમાં તેમને સિનેમામાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલી એક ચર્ચામાં જાવેદ અખ્તરે આ ફિલ્મને પ્રોપગન્ડા ફિલ્મ ગણતા દાવાઓ વિશે વાત કરી હતી. એક પ્રશ્નનો જવાબ આપતા, જાવેદ અખ્તરે આ બાબતે ફિલ્મની ટીકા નકારી અને ળેન્ચાઇઝીના વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું, “મને ખબર નથી કે તમે પ્રોપેગાંડા ફિલ્મો દ્વારા શઉં કહેવા માગો છો. મને ધુરંધર ગમી; તે એક ઉત્તમ ફિલ્મ હતી. મને પહેલી ફિલ્મ બીજી કરતાં વધુ ગમી.” તેમણે આગળ જઈને સિનેમામાં વાર્તાકથન અને દૃષ્ટિકોણ અંગેની મોટી ચર્ચા સમજાવતા કહ્યું, “દરેક વાર્તા એક દૃષ્ટિકોણ સાથે વાર્તા કહે છે, પરંતુ શું તે પ્રોપેગાંડા બની જાય છે કારણ કે વાર્તા દર્શકોના એક વર્ગને પસંદ નથી? દરેકને પોતાના વિચારો જાહેર કરવાનો અધિકાર છે. પ્રોપગંડા ફિલ્મોમાં શું ખોટું છે? દરેક ફિલ્મમેકરનું કામ સત્ય રજૂ કરવાનું છે.”પ્રથમ ભાગ બોક્સ ઓફિસ પર મોટી સફળતા સાથે રિલીઝ થયો, તેની જકડી રાખતી વાર્તા અને ભાવનાત્મક રજૂઆત માટે વખાણાયો હતો. તે ફરજ, બલિદાન અને વફાદારી જેવા વિષયો પર આધારિત હતો, જેણે દેશભરમાં દર્શકોને સ્પર્શ્યા.આ ગતિને આગળ વધારતા, ધુરંધર: ધ રિવેન્જે વાર્તાને વિસ્તારી, ભૂતકાળના પરિણામોમાં વધુ ઊંડાણ કર્યું અને રાજકીય તથા ભાવનાત્મક દાવને વધાર્યા. જ્યારે સીક્વલ બોક્સ ઓફિસ પર સફળ રહી, ત્યારે તેણે દર્શકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા અને કેટલાક લોકોએ તેને ચોક્કસ વિચારધારાને પ્રોત્સાહન આપતી ફિલ્મ ગણાવી હતી અને તેની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ ભાગલાને સંબોધતા, જાવેદ અખ્તરે સ્વીકાર્યું કે લોકોની વ્યાખ્યાઓ અલગ હોઈ શકે છે. તેમણે કહ્યું કે ફિલ્મો કેટલીક વિચારધારાઓ અથવા નૈતિક દૃષ્ટિકોણને મજબૂત કરી શકે છે, પરંતુ જરૂરી નથી કે તેનાથી ફિલ્મ સમસ્યાજનક બની જાય. તેના બદલે, તેમણે સૂચવ્યું કે આવી વાર્તાઓ ઘણીવાર ફિલ્મમેકરની દૃષ્ટિ અને સામાજિક-રાજકીય પરિસ્થિતિને પ્રતિબિંબિત કરે છે જેમાં તે બનાવવામાં આવે છે.તેમણે એમ પણ કહ્યું કે, ધુરંધર દેશભક્તિ અને નૈતિક જવાબદારી જેવા મૂલ્યોને ફરી સ્થાપિત કરવામાં સફળ રહે છે, ભલે દર્શકોનો કેટલોક વર્ગ તેને અલગ રીતે સમજે.



