
ફિલ્મની ઓફર સાથે સાઇનિંગ અમાઉન્ટ આપી.જેલમાં ગયેલા રાજપાલ યાદવ માટે સોનુ સૂદ દેવદૂત બન્યો.રાજપાલ યાદવની રાહતની અરજી હાઇકોર્ટે ફગાવી દેતા તેણે દિલ્હીની તિહાડ જેલમાં સરેન્ડર કર્યું છે. આ કેસમાં તેને ૬ મહિનાની જેલની સજા થઈ છે.કોમિક ટાઇમિંગ અને એક્સપ્રેશનથી દર્શકોને હસાવતા રાજપાલ યાદવ હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. તાજેતરમાં તેણે ૯ કરોડ રૂપિયાના દેવા અને ચેક બાઉન્સ કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું છે. તેવામાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદે તેની મદદ કરવાનો ર્નિણય લીધો છે. તેણે રાજપાલ યાદવને એક ફિલ્મની ઓફર આપી છે અને સાથે જ નાની સાઇનિંગ અમાઉન્ટ પણ આપવાની વાત કરી છે.સોનુ સૂદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરતા લખ્યું, ‘રાજપાલ યાદવ એક ખૂબ જ પ્રતિભાશાળી એક્ટર છે, જેમણે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણા યાદગાર અને અવિસ્મરણીય કામ આપ્યા છે. ક્યારેક-ક્યારેક જિંદગી અન્યાયી બની જાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે, કોઈમાં ટેલેન્ટની કમી છે, પરંતુ સમય ક્યારેક ખૂબ કઠોર હોઈ શકે છે. તેઓ મારી ફિલ્મનો ભાગ હશે અને મારું માનવું છે કે આ એ સમય છે, જ્યારે આપણે બધા પ્રોડ્યુસર, ડિરેક્ટર અને સહયોગી એકસાથે ઊભા રહીએ. જે નાની સાઇનિંગ અમાઉન્ટ આપવામાં આવશે, જેને ભવિષ્યના કામના હિસાબે એડજસ્ટ કરી શકાય છે, તે કોઈ દાન નથી, પરંતુ આ તેમનું સન્માન અને ગરિમા છે.’તેણે આગળ કહ્યું, ‘જ્યારે આપણા પોતાનામાંથી કોઈ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હોય, ત્યારે ઇન્ડસ્ટ્રીએ તેને યાદ અપાવવું જાેઈએ કે તે એકલો નથી.
આ રીતે આપણે બતાવી શકીએ છીએ કે, આપણે માત્ર એક ઇન્ડસ્ટ્રી નહીં, પરંતુ એક પરિવાર છીએ.’માત્ર સોનુ સૂદ જ નહીં ‘જેમ્સ ટૂન મ્યુઝિક’ના માલિક રાવ ઇન્દ્રજીત સિંહ યાદવે પણ રાજપાલ યાદવની મદદ માટે ૧.૧૧ કરોડ રૂપિયાની આર્થિક સહાય આપી છે. તેણે માત્ર એક કલાકાર તરીકે જ નહીં, પરંતુ એક માણસ તરીકે પણ રાજપાલ યાદવનો સાથ આપ્યો.વાસ્તવમાં, ‘બોલિવૂડ હંગામા’ (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ)ના રિપોર્ટ અનુસાર, સરેન્ડર કરતા પહેલા જ્યારે રાજપાલ યાદવને તેના કાનૂની કેસ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, ‘સર, શું કરું? મારી પાસે પૈસા નથી. અને કોઈ ઉપાય દેખાતો નથી.’જ્યારે તેને એ પણ પૂછવામાં આવ્યું કે, તેણે પોતાના મિત્રો જેવા કે, પ્રિયદર્શન પાસેથી મદદ કેમ ન માંગી? ત્યારે રાજપાલે કહ્યું, ‘સર, અહીં આપણે બધા એકલા છીએ. કોઈ મિત્ર નથી. મારે આ સંકટનો સામનો જાતે જ કરવો પડશે.’ખરેખર, આ ચેક બાઉન્સનો મામલો વર્ષ ૨૦૧૦નો છે. રાજપાલ યાદવે ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે પ્રાઈવેટ કંપની મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી લગભગ ૫ કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી અને લોન ચૂકવવામાં વિલંબ થયો હતો.રાજપાલ યાદવની રાહતની અરજી હાઇકોર્ટે ફગાવી દેતા તેણે દિલ્હીની તિહાડ જેલમાં સરેન્ડર કર્યું છે. આ કેસમાં તેને ૬ મહિનાની જેલની સજા થઈ છે.ફરિયાદ મુજબ, રાજપાલ દ્વારા લોન ચૂકવવા માટે કંપનીને કેટલાક ચેક આપવામાં આવ્યા હતા, જે બેંકમાં બાઉન્સ થયા હતા. સમજૂતી છતાં પૂરી ચુકવણી થઈ ન હતી અને સમય જતાં વ્યાજ ઉમેરાતું ગયું, જેના કારણે કુલ લોન ઘણી વધી ગઈ.વર્ષ ૨૦૧૮ માં, દિલ્હીની કડકડડૂમા કોર્ટે રાજપાલ યાદવને દોષિત ઠેરવ્યા અને તેને છ મહિનાની જેલની સજા સંભળાવી. આ પછી તેણે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી, જ્યાં તેને ઘણી વખત રાહત મળી, કારણ કે તેણે ચુકવણી અને સમાધાનનો વિશ્વાસ આપ્યો હતો.




