
હું તેમની પાસેથી ફક્ત પત્નીનો દરજ્જાે અને સન્માન ઇચ્છું છું : રંજના.ઉદિત નારાયણ સામે પહેલી પત્નીએ છેતરપિંડીની ફરિયાદ કરી.ફરિયાદીએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે તેમને ઉદિત નારાયણના બીજા લગ્ન વિશે મીડિયા રિપોર્ટ્સ દ્વારા ખબર પડી હતી.બોલીવુડના જાણીતા ગાયક ઉદિત નારાયણનું નામ તેમની પહેલી પત્ની રંજના નારાયણ ઝા દ્વારા બુધવારે બિહારના સુપૌલ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી લેખિત ફરિયાદમાં લેવામાં આવ્યું છે.ફરિયાદમાં ગાયક, તેના બે ભાઈઓ અને તેની બીજી પત્ની સામે વૈવાહિક છેતરપિંડી, ગુનાઇત કાવતરું અને માનસિક તેમજ શારીરિક ઉત્પીડનનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, રંજના ઝાએ જણાવ્યું હતું કે તેણીએ ૭ ડિસેમ્બર, ૧૯૮૪ ના રોજ પરંપરાગત હિન્દુ રિવાજાે અનુસાર ઉદિત નારાયણ સાથે લગ્ન કર્યા હતા.
ઉદિત નારાયણ પોતાની કારકિર્દી બનાવવા માટે મુંબઈ ગયા પછી, તે ધીમે ધીમે તેનાથી દૂર થઈ ગયો.ફરિયાદીએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે તેમને ઉદિત નારાયણના બીજા લગ્ન વિશે મીડિયા રિપોર્ટ્સ દ્વારા ખબર પડી હતી. જ્યારે તેમણે સ્પષ્ટતા માંગી ત્યારે તેમણે દાવો કર્યાે હતો કે તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી.હવે ૬૧ વર્ષની રંજના ઝાએ જણાવ્યું હતું કે હું તેમની પાસેથી ફક્ત પત્નીનો દરજ્જાે અને સન્માન ઇચ્છું છું. રંજના ઝા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. વર્ષાેથી વારંવાર ખાતરી આપવા છતાં, પોતાને કોઈ ટેકો મળ્યો ન હોવાથી તેમણે પોલીસનો સંપર્ક કર્યાે હોવાનું જણાવ્યું હતું.તાજેતરમાં, ઉદિત નારાયણ ગામમાં આવ્યા અને મને ખાતરી આપી, પરંતુ તેમણે પોતાના વચનો પૂરા કર્યા નહીં. હું તેમની પાસેથી ફક્ત પત્નીનો દરજ્જાે અને સન્માન ઇચ્છું છું,” રંજના ઝાએ કહ્યું. જાે કે હજુ સુધી, ઉદિત નારાયણ કે તેમના પરિવાર દ્વારા આરોપો અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.




