
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજે પણ ભારતમાં શૈક્ષણિક સફળ દલિત વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ, બહિષ્કાર અને સમર્થનના અભાવને સહન કરી રહ્યા છે. ઉપરાંત પ્રણાલીગત અવરોધો અને શિષ્યવૃત્તિમાં કાપ તેમના સંધર્ષને વધુ તીવ્ર બનાવે છે. શું કેમ્પસમાં ક્યારેય તેમની સાથે સમાનતાનો વ્યવહાર કરાશે? એક દલિત પિતાની વ્યથા: “ મારા મોટા દીકરાએ આ વર્ષે CBSEમાં દસમાં ધોરણમાં ૯૩% માર્ક્સ
મેળવ્યા. તેનાથી ખુશ થવાને બદલે મને ઊંઘ નથી આવતી. હું તેને કોલેજ મોકલવામાં ડર અનુભવું છું.” મારા દીકરાના ૯૩% આવવાથી મિત્રો, પાડોશીઓ અને સગા અભિનંદન આપવા લાગ્યા છે. મારો નાનો દીકરો પણ ભણવામાં અવ્વલ છે.
આપણા દેશમાં માપદંડ મુજબ પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે જ રેન્ક અને મેરીટ નક્કી થાય છે. તેમના આગળ ભણવા માટેના પ્રવેશના ફોર્મ લાવી દીધા છે.પરંતુ મને ઊંઘ નથી આવતી. કારણ આ પ્રવેશ ફોર્મ જોતાં જ મને સહજ રીતે ડરનો ખ્યાલ આવી જાય છે. મને કોલેજનો, વર્ગખંડનો, હોસ્ટેલની પરસાળનો ડર લાગે છે. મને એ શિક્ષકનો ડર છે જે મારા દીકરાને તેની જાતિ પૂછશે. મને એના રૂમમેટનો ડર છે જે તેની સાથે અલગ વ્યવહાર કરશે. મને તો તેની રૂમના સીલિંગ ફેનનો પણ ડર લાગે છે. અમે ભારતની પ્રજા ના એક ચતુર્થાંશ એટલે કે ૩૦ કરોડ લોકો છીએ. જ્યારે વસ્તી ગણતરીમાં હિન્દુઓની સંખ્યા વધારવાની જરૂર હોય ત્યારે અમારી ગણતરી કરવામાં આવે છે અને ફરી પાછા અમને તરછોડી દેવામાં આવે છે. આ બાબતે ડો. બાબા સાહેબ આંબેડકરે ૧૯૪૮માં તેમના પુસ્તક “ધ અન ટચેબલ્સ” માં અમારા પૂર્વજો વિશે લખ્યું છે કે, ભદ્ર વર્ગે તેમને (અમારા પૂર્વજોને) પરાજિત જાતિઓના છૂટા છવાયા અવશેષો ગણીને ગામના છેવાડે ધકેલીને ત્યાં ઘર બાંધવા દીધા. વધેલું ખાવા આપ્યું. જે કામ કોઈ ન કરે તેવા કામો સોંપ્યા અને તેમને (પૂર્વજોને)
“અસ્પૃશ્ય” જાહેર કર્યા.
આજે બંધારણ અમલમાં આવ્યાના સિત્તેર વર્ષ પછી પણ અમે આજે પણ કચડાયેલા જ છીએ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, ઐતિહાસિક રીતે વંચિત જેવા નામો આપીને અમારા ફકત નવા નામકરણ કરવામાં આવ્યા છે. આપણાં દેશમાં સૌથી મોંઘુ શિક્ષણ અને તેમાં પણ મેડિકલ, ટેકનિકલ, કાયદાના અભ્યાસ કે સીએના અભ્યાસની વાત કરીએ તો દલિત સમાજ માટે આ અભ્યાસ ઘણા જ અઘરા છે. કારણકે તેઓની આર્થિક સ્થિતિ નબળી, ઘરના ઠેકાણા નહીં, ઘરમાં લાઇટ નહીં, માં-બાપ ને પૂરતો રોજગાર નહીં આવી કપરી પરિસ્થિતિમાં પણ બાળકોને દલિત સમાજના વાલીઓ અભ્યાસ કરાવવા અને ડોકટર કે એંજિનિયર બને તે માટે ના પ્રયાસ કરતાં પરંતુ સરકારે હવે મેડિકલ માટે અને ટેકનિકલ શિક્ષણ માટે ધોરણ-૧૨ પછી પરીક્ષા દાખલ કરી જે મેડિકલ માટે NEET
અને ટેકનિકલ માટે JEE તરીકે ઓળખવવા લાગી. આ પરીક્ષાઓ ગત વર્ષોમાં ગંભીર ગોટાળા થયા અને પૈસાવાળા લોકોના બાળકો NEET અને JEE કરી આગળ વધવા લાગ્યા. NEET માં જે ગંભીર ગોટાળા થયા તેનાથી અનેક વિધાર્થીઓને નુકશાન થયું. તેમાં દલિત સમાજના વિધાર્થીઓ નહીં હોય એમ માની શકાય નહીં. ટૂંકમાં જે લોકોના પૈસાપાત્ર હતા તેઓ પોતેજ કરીને એક લાઇન મેડિકલની NEET અને એન્જીનિયરીંગ ટેકનિકલ ની JEE પાસ કરી એડમિશન મેળવવા લાગ્યા. ટૂંકમાં ધોરણ-૧૨ પરીક્ષામાં સારા ગુણ મેળવનારા વિધાર્થીઓને અન્યાય થવા લાગ્યો. કારણકે NEETની પરીક્ષા ઓબ્જેક્ટિવમાં જે આન્સર ખોટા પડે તેના માર્ક્સ કપાવા લાગ્યા. આ રીતે વિધાર્થીઓના ભાવી સાથે ચેંડા થવા લાગ્યા. આમાં કોઈ સમાજ નહીં પરંતુ દરેક સમાજના વિધાર્થીઓને અન્યાય થવા લાગ્યો તો પછી ધોરણ-૧૨ પછી NEET અને ટેકનિકલ માટે JEE ની કોઈ જરૂરિયાત ખરી?



