
ટીમના પાંચ સભ્યોને ગંભીર ઈજા, યુનિટ મેમ્બરના મોતથી પ્રભાસની ફૌજીનું શૂટિંગ રોકાયું હૈદરાબાદ પાસે ટીમને લઈ જતું વાહન અનિયંત્રિત થઇને રોડના ડિવાઇડર સાથે ટકરાયું હતું એક્ટર પ્રભાસ હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ફૌજીના શૂટિંગમાં વ્યસ્ત છે. જાે કે હાલમાં એક મોટા અકસ્માતના કારણે આ ફિલ્મનું શૂટિંગ અટકાવવું પડયું છે. હૈદરાબાદ પાસે સર્જાયેલાં એક માર્ગે અકસ્માતમાં ફિલ્મ યુનિટના એક સભ્યનું મોત થઈ ગયું હતું અને અન્ય પાંચને ગંભીર ઇજાઓ થઇ હતી. અહેવાલો અનુસાર આ અકસ્માત એવા સમયે જ સર્જાયો હતો કેજ્યારે ફિલ્મની ટીમ શૂટિંગ માટે રામોજી રાવ ફિલ્મ સીટી તરફ જઈ રહી હતી. ટીમને લઈ જતું વાહન અનિયંત્રીત થઈને રોડનાડિવાઇડર સાથે ટકરાયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું જ્યારે ઘાયલોને તત્કાળ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતાં. આ દર્દનાક ઘટના સર્જાયા બાદ ફિલ્મના શૂટિંગને હાલપુરતું રોકી દેવામાં આવ્યું છે. જાે કે અહેવાલો અનુસાર આ ફિલ્મનું લગભગ ૮૦ ટકા શૂટિંગ પુર્ણ થઈ ગયું છે અને કેટલીક એક્શન સિકવન્સ જ બાકી રહી છે.



