
૪ એપિસોડની ડોક્યુ-સિરીઝ તરીકે રજૂ કરાશે.ભારતનાં મંદિરોનાં ચોરાયેલા અને ખોવાયેલા ખજાના પર આશુતોષ ગોવારિકર સિરીઝ બનાવશે.વિશાળ સ્તરના ડોક્યુ-ડ્રામા તરીકે તૈયાર થતી ટેમ્પલ રેઇડર્સ વાસ્તવિક ઘટનાઓને સિનેમેટિક અંદાજમાં રજૂ કરશે.
ટેમ્પલ રેઇડર્સ પર ફિલ્મમેકર આશુતોષ ગોવારીકર સિરીઝ ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે. ભારતના મંદિરોમાંથી ચોરાયેલા પવિત્ર મૂર્તિઓ અને કલાત્મક અવશેષોની વૈશ્વિક તસ્કરીના નેટવર્કને કેન્દ્રમાં રાખતી આ પ્રીમિયમ ડ્રામા આધારિત ડોક્યુમેન્ટરી સિરીઝનું નિર્માણ ટુડિપ એન્ટરટેઇનમેન્ટ અને રિવરલેન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા, આશુતોષ ગોવારિકર પ્રોડક્શન્સ સાથે મળીને કરવામાં આવી રહ્યું છે.વિશાળ સ્તરના ડોક્યુ-ડ્રામા તરીકે તૈયાર થતી ટેમ્પલ રેઇડર્સ વાસ્તવિક ઘટનાઓને સિનેમેટિક અંદાજમાં રજૂ કરશે. સિરીઝમાં સાચી ઘટનાઓને આધાર બનાવીને એવી નેરેટિવ શૈલી અપનાવવામાં આવશે, જે વિશાળ દર્શકવર્ગને આકર્ષે. તેનું લેખન, સર્જન અને શોરનિંગ રાઘવ ખન્ના દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ અગાઉ ધ એલિફન્ટ વિસ્પરર્સ, ધ મુંબઈ માફિયા અને ધ હન્ટ ફોર વીરપ્પન જેવા પ્રોજેક્ટ્સ સાથે જાેડાયેલા રહ્યા છે.આશુતોષ ગોવારિકર માટે આ સિરીઝ ડોક્યુમેન્ટરી ફોર્મેટમાં તેમનો પહેલો પ્રયાસ છે. વર્ષાે સુધી ભવ્ય ઐતિહાસિક ફિલ્મો બનાવ્યા પછી હવે તેઓ આ નવા માધ્યમમાં પ્રવેશી રહ્યા છે. પ્રોજેક્ટ વિશે વાત કરતાં તેમણે કહ્યું, “હું ઘણા વર્ષાેથી વિવિધ પ્રકારની ડોક્યુમેન્ટરીઝ જાેઈ રહ્યો છું અને આ ફોર્મેટ મને હંમેશાં ખૂબ આકર્ષતું રહ્યું છે. ઘણી વાર વિચાર્યું હતું કે હું પણ એક ડોક્યુમેન્ટરી બનાવું, પરંતુ એવો કોઈ વિષય મળતો નહોતો જે મને ખરેખર જાેડે. આ વર્ષાેથી અંદર અંદર સળગતો રહેલો વિષય રહ્યો છે.” તેમણે આગળ જણાવ્યું કે આ સિરીઝ ભારતમાં વર્ષાેથી ચાલી રહેલી મૂર્તિચોરીની સમસ્યા અને તેની પાછળના આંતરરાષ્ટ્રીય નેટવર્ક્સને પણ ઉજાગર કરશે. “હું તેને ૪ એપિસોડની ડોક્યુ-સિરીઝ તરીકે રજૂ કરવા માંગું છુંપ જેમાં તથ્યો, વ્યક્તિગત જાેડાણ અને મજબૂત વાર્તનું સંયોજન હશે.”પ્રોજેક્ટ સાથે જાેડાયેલા નિર્માતાઓએ તેની સાંસ્કૃતિક પ્રાસંગિકતા પર ભાર મૂકતાં કહ્યું કે આ સિરીઝ દેશના સમૃદ્ધ વારસાની સુરક્ષા અને મંદિરોના કલાત્મક અવશેષોના ઐતિહાસિક મહત્વ વિશે વધુ વ્યાપક ચર્ચા શરૂ કરવાની કોશિશ કરશે. તપાસ આધારિત વાર્તા અને નાટકીય તત્વોના સંયોજન સાથે ટેમ્પલ રેઇડર્સને વૈશ્વિક દર્શકો માટે તૈયાર થતી હાઈ-કોન્સેપ્ટ ડોક્યુમેન્ટરી સિરીઝના વધતા ટ્રેન્ડનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહી છે.



