
CM વિજય એક્શન મોડમાં શપથના ચોથા જ દિવસે મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો કરાયો મુખ્યમંત્રી વિજયે લોકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવા માટે પગલાં લેવાનો સંકલ્પ કર્યો છે
તમિલનાડુના મુખ્યમંત્રી સી. જાેસેફ વિજયે ગુરુવારે મોટું એલાન કર્યું છે. થલપતિ વિજયે સરકારી કર્મચારીઓ અને શિક્ષકોનો મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, આ સંશોધન સાથે મોંઘવારી ભથ્થુ ૫૮ ટકાથી વધારી ૬૦ ટકા થઈ જશે. આ વધારો એક જાન્યુઆરી ૨૦૨૬થી પ્રભાવી રહેશે. વળી રાજ્યની મહિલાઓના ખાતામાં પણ ૧૦૦૦ રુપિયા ટૂંક સમયમાં આવવાના છે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી રાજ્ય સરકાર પર દર વર્ષે ૧,૨૩૦ કરોડ રૂપિયાનું વધારાનું ભારણ આવશે. સરકારની જાહેરખબરમાં જણાવાયું છે કે, સરકાર જરૂરી વધારાની રકમ ફાળવશે અને સરકારી અધિકારીઓ, શિક્ષકો, પેન્શનરો અને કુટુંબ પેન્શનરોના કલ્યાણ માટે પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરશે.
સરકારી જાહેરખબરમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રી વિજયે લોકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવા માટે પગલાં લેવાનો સંકલ્પ કર્યો છે.
બીજી તરફ, મુખ્યમંત્રી વિજયે કહ્યું છે કે, મહિલાઓને કલૈગ્નાર મગલિર ઉરિમાઈ થોગઈ યોજના હેઠળ મે મહિનાનો હપતો જલ્દી જ આપવામાં આવશે. આ યોજનામાં મહિલાઓને દર મહિને ૧,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. આ યોજના પૂર્વવર્તી ડ્ઢસ્દ્ભ સરકારે શરૂ કરી હતી અને તેનું નામ પાર્ટીના વરિષ્ઠ નેતા એમ. કરુણાનિધિના નામ પર રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયે સૂચના આપી છે કે, આ યોજનાની મે મહિનાની ૧,૦૦૦ રૂપિયાની કિસ્ત લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કળગમ (TVK) એ ૬૦ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને દર મહિને ૨,૫૦૦ રૂપિયાની સહાય આપવાનો વાયદો કર્યો હતો.



