
અભિનેતા અમઝદ ખાનનો દીકરો છે શાદાબ ખાન શાદાબ ખાને ફિલ્મ ધુરંધર માટે આપ્યું હતું ઓડિશન એક્ટર શાદાબ ખાને ધુરંધર માટે ઓડિશન આપ્યું હતુ, પરંતુ કેટલાક કારણોસર મેકર્સે તેમને રિજેક્ટ કર્યાં હતા
રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ ગયા વર્ષે ૨૦૨૫ માં ડિસેમ્બર મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી. ફિલ્મ ધુરંધરમાં એકથી એક હટકે સિતારાઓ જાેવા મળ્યાં હતા જેમને લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. જાે કે આ વાત જાણીને તમને નવાઈ લાગશે કે ફિલ્મ શોલેનાં ગબ્બર એટલે કે દિવંગત અભિનેતા અમઝદ ખાનનાં દીકરા અને એક્ટર શાદાબ ખાને ધુરંધર માટે ઓડિશન આપ્યું હતુ, પરંતુ કેટલાક કારણોસર મેકર્સે રિજેક્ટ કર્યાં હતા. આ ફિલ્મમાં એક મોટા રોલ માટે શાદાબ ખાને ઓડિશન આપ્યું હતુ.
એક્ટર શાદાબ ખાને લેટેસ્ટમાં વિકી લાલવાનીને આપેલાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે, ‘મેં રણવીર સિંહની ફિલ્મ ધુરંધરમાં બહુ મોટા રોલ માટે ઓડિશન આપ્યું હતું પરંતુ હું આ રોલમાં ફિઝિકલી ફિટ થયો નહીં અને આ મૂવી મારા હાથમાંથી નીકળી ગઈ. મને મુકેશ છાબડાની કંપનીએ ફિલ્મનાં એક જબરજસ્ત રોલ માટે ફોન કર્યો હતો, જે બહુ સારો રહ્યો પરંતુ પછી મને આ રોલ માટે રિજેક્ટ કરી દીધો હતો અને ત્યારબાદ આ રોલ બીજા એક્ટરને આપવામાં આવ્યો. જાે કે એક્ટરનો ધુરંધરમાં કયો રોલ હતો તે વિશે જણાવવાનો ઇનકાર કર્યો હતો.
શાદાબ ખાને તેનાં પિતા અમઝદ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ શોલેને લઈને મોટી વાત કરી હતી. જ્યારે એક્ટરને ફિલ્મ શોલે ઇન્ડિયાની સૌથી મોટી ફિલ્મ છે એ વિશે પૂછવામાં આવ્યું તો એક્ટરે કહ્યું કે, આમાં કોઈ શક નથી કે શોલે ઇન્ડિયાની સૌથી મોટી ફિલ્મ છે. તે સમયની સૌથી પોપ્યુલર કલ્ચરની એક મોટી ફિલ્મ હતી. આજનાં આ સમયમાં અનેક મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બને છે જેનું બજેટ કરોડોમાં હોય છે, જેનું પૂરું ક્રેડિટ ફિલ્મ મેકર્સને જાય છે. શોલે આજનાં આ સમયમાં પણ આઇકોનિક ફિલ્મ છે. આમ, એક્ટરે વધુમાં જણાવ્યું કે ધુરંધર પણ સારી ફિલ્મ છે, પરંતુ શોલેની તુલના તમે ધુરંધર સાથે કરી શકતા નથી. આમ, વાત કરવામાં આવે તો ધુરંધર અને ધુરંધર ૨ એમ બન્ને મૂવીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.



