
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાન્તના એક નિવેદનના વિરોધમાં શરૂ થયેલું કોક્રોચ જનતા પાર્ટી (CJP) નામનું ડિજિટલ અભિયાન ૬ દિવસમાં જ ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. સોશિયલ મીડિયામાં આ પાર્ટીની ખૂબ ચર્ચા થઈ રહી છે. માત્ર ૬ જ દિવસમાં દાવાનળની જેમ ઇન્ટરનેટ પર છવાઈ ગયેલા કોક્રોચ જનતા પાર્ટીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે BJP ના ફોલોઅર્સની સંખ્યા પણ ગઈ કાલે પાર કરી લીધી હતી.
ચીફ જસ્ટિસે બેરોજગાર યુવાનો માટે વાપરેલા કોક્રોચ શબ્દને કેટલાક લોકો એ બહુ ગંભીરતાથી લઈ ને ઓનલાઈન કેમ્પેનની શરૂઆત કરી હતી. જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર CJP ના ૧.૬ લાખથી વધુ ફોલોઅર્સની સંખ્યા ૧.૪ કરોડથી વધી ગઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર BJP ના ફોલોઅર્સ માત્ર ૮૮ લાખ છે. આ ડિજિટલ વ્યંગ જોખમી સ્વરૂપ ધારણ કરી રહ્યો હોવાથી ગઈકાલે ભારત સરકારે CJPના સોશિયલ અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા હતા. હવે CJPના X પરના અકાઉન્ટને ખોલતા લખેલું દેખાય છે.”લીગલ ડિમાન્ડને કારણે આ અકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.”
આ આઇડિયા આવ્યો કેવી રીતે?
અભિજીતે BBC ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “ હું સોશિયલ મીડિયામાં CJI નું નિવેદન જોઈ રહ્યો હતો જ્યાં તેઓ સિસ્ટમની ટીકા કરવા માટે દેશના યુવાનોની તુલના કોક્રોચ અને પરોપજીવીઓ સાથે કરી રહ્યા હતા. મે સોશ્યલ મીડિયા પર લોકોનું મંતવ્ય જાણવા માટે પૂછ્યું કે જો બધા કોક્રોચ એકસાથે આવી જાય તો શું થાય? મને જેન-ઝી અને ૨૫ વર્ષ સુધીના યુવાનોના કમાલના જવાબ મળ્યા.તેમણે કહ્યું કે આપણે સાથે આવવું જોઈએ. અને એક પ્લેટફોર્મ બનાવ્યું જોઈએ. પછી શું, મે કોક્રોચ જનતા પાર્ટી (CJP) બનાવી લીધી.
અભિજીતે આ પાર્ટીમાં સભ્યપદ મેળવવા માટે ચાર યોગ્યતાના પરિમાણ પણ રજૂ કર્યા છે. બેરોજગારી આળસ, ઓનલાઈન પડયા પાથર્યા રહેવાની લત,પ્રોફેશનલ ભડાસ કાઢવાની ક્ષમતા. આ પાર્ટીનો લોગો પણ તૈયાર કર્યો હતો જેમાં કોક્રોચ જોવા મળે છે.
આમ CJP નું જૂનું અકાઉન્ટ બ્લોક થતાં નવું બન્યું જેનું નામ હતું કોક્રોચ ઈઝ બેક એની નીચે ટેગલાઇન હતી. કોક્રોચીસ ડોન્ટ ડાય. આ નવા એકાઉન્ટમાં એવો સંદેશો છે કે કોક્રોચ કદી મરતાં નથી.



