
રાજ્યભરમાં પીઝા-પંજાબી વાનગીના આઉટલેટ ખોલવાના બહાને રૂ. ૨૬.૪૬ લાખની ઠગાઈ સુરત-વડોદરામાં આલુ ટીક્કી, પીઝા બનાવતી ૪૦ મહિલાઓ સહિત ૫૦થી વધુ સ્ટાફ ૩ મહિનાથી પગાર વિના ફસાયો ભરૂચ જિલ્લામાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ્સ ખોલવાના બહાને અંદાજે રૂ. ૨૬.૪૬ લાખની છેતરપિંડી આચરવાનો સનસનાટીભર્યાે મામલો સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ છેતરપિંડી કેસમાં ભરૂચ એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેમની પત્ની વૈભવી શેરેએ દેશભરમાં ૬૦ જેટલા ફૂડ સ્નેક્સ આઉટલેટ્સ શરૂ કરવાની લોભામણી યોજના રજૂ કરી હતી. આ સ્કીમના નામે તેમણે રોકાણકારો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું.જાેકે, વાસ્તવમાં માત્ર ૧૮ જેટલા આઉટલેટ્સ જ શરૂ કરવામાં આવ્યા હતા. બાકીના આઉટલેટ્સ અંગે ખોટા વાયદા અને બહાનાં આપી રોકાણકારોને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.આ કૌભાંડનો ભોગ માત્ર મોટા રોકાણકારો જ નહીં પરંતુ સામાન્ય અને મધ્યમવર્ગીય લોકો પણ બન્યા છે. સુરત અને વડોદરા સહિતના શહેરોમાં આલુ ટીક્કી, પીઝા અને અન્ય ફાસ્ટફૂડ સામગ્રી તૈયાર કરતી ૪૦થી વધુ મહિલાઓ તથા ૫૦થી વધુ કર્મચારીઓ છેલ્લા ત્રણ મહિનાથી પગાર વિના કામ કરી રહ્યા હતા.પગાર ન મળવાને કારણે અનેક સામાન્ય પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે રોકાણકારોની ફરિયાદના આધારે પોલીસે એ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે મહિલા આરોપી વૈભવી શેરે અને અન્ય એક વ્યક્તિની અટકાયત કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી સૌરભ શેરે સહિત અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે. આર્થિક વ્યવહારો, રોકાણ અને ળેન્ચાઈઝી કરારો અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.



