
બપોરના તીવ્ર તડકામાં બહાર ન નીકળવા મોદીની સલાહ.પોતાને હાઈડ્રેડ રાખો; કોઈ તરસ્યાને જરૂર પીવડાવો પાણી.ઘરની બહાર નીકળતી વખતે પાણી સાથે રાખો : વડાપ્રધાન.દેશના ઘણા ભાગોમાં વધતી જતી તીવ્ર ગરમી અને હીટવેવ ચાલુ છે. કેટલીક જગ્યાએ તાપમાન ૪૬ થી ૪૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ગરમી આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જાેખમ વધી શકે છે. ગરમીને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સતર્ક રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે આ ગરમીમાં દરેકને પુષ્કળ પાણી પીવા અને હાઇડ્રેટેડ રહેવા વિનંતી કરી. તેમણે લોકોને, દાદા-દાદી નાના-નાની જેવા વૃદ્ધોની સંભાળ રાખવા પણ વિનંતી કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું, “દેશના વિવિધ ભાગોમાં તાપમાન સતત વધી રહ્યું છે, અને તેની સાથે, ગરમીને કારણે રોજિંદા જીવનમાં ઘણી મુશ્કેલીઓ પણ વધી રહી છે. હું મારા બધા દેશવાસીઓને શક્ય તેટલી સાવચેતી રાખવા વિનંતી કરું છું. કૃપા કરીને તમારી જાતને હાઇડ્રેટેડ રાખો, અને ઘરની બહાર નીકળતી વખતે પાણી સાથે રાખો. જાે શક્ય હોય તો, તરસ્યા વ્યક્તિને એક ગ્લાસ પાણી આપો. હું એવા લોકોની પણ પ્રશંસા કરવા માંગુ છું જેઓ તેમના ઘરો અને દુકાનોની બહાર માટલામાં પાણી રાખે છે, જેથી કોઈપણ તેમાંથી પી શકે.”
તેમણે બીજા ટ્વીટમાં લખ્યું, “જ્યારે પણ શક્ય હોય, ત્યારે તમારા માતા-પિતા, દાદા-દાદી અને અન્ય પ્રિયજનોને ફોન કરીને તેમની તબિયત પૂછો. તેમને પુષ્કળ પાણી પીવા, બપોરના તડકામાં બહાર જવાનું ટાળવા અને શક્ય તેટલો આરામ કરવાની સલાહ આપો. આ તીવ્ર ગરમીમાં, આપણે આપણી આસપાસના પ્રાણીઓ અને પક્ષીઓને પણ ભૂલવું ન જાેઈએ. તમારા ઘર, બાલ્કની, ટેરેસ, દુકાન અથવા ઓફિસની બહાર પાણીનો એક નાનો જગ રાખવો, જે તરસ્યા પક્ષી માટે જીવન બચાવનાર બની શકે છે. ચાલો આ મુશ્કેલ દિવસોમાં અત્યંત સંવેદનશીલતા અને કરુણા સાથે એકબીજાની સંભાળ રાખીએ.”
આરોગ્ય નિષ્ણાતોના મતે, ઉનાળામાં શરીરનું તાપમાન જાળવવા માટે હાઇડ્રેશન ખૂબ જ જરૂરી છે, કારણ કે સૂર્યપ્રકાશ અને પરસેવાના કારણે શરીરમાં પાણી અને આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સનો ઝડપથી ઘટાડો થઈ જાય છે. સમયસર પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે, જે નબળાઈ, ચક્કર, માથાનો દુખાવો, થાક અને હીટ સ્ટ્રોકનું જાેખમ પણ વધારી શકે છે. યોગ્ય હાઇડ્રેશન શરીરના અવયવોને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે, પાચનમાં સુધારો કરે છે અને સ્વસ્થ ત્વચા જાળવી રાખે છે. તેથી, ઉનાળામાં વારંવાર પાણી પીવું અને લીંબુ પાણી અને નાળિયેર પાણી જેવા પ્રવાહીનું સેવન કરવું શરીરને ઠંડુ અને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ જરૂરી છે.



