
ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર ભડક્યો ગ્લેન ફિલિપ્સ.અમે દબાણથી ડરીએ તેવા ખેલાડી નથી: ગ્લેન ફિલિપ્સ.સવાલ સાંભળતા જ ગ્લેન ફિલિપ્સે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “આ શું બકવાસ સવાલ છે?” IPL 2026ના રોમાંચક ક્વોલિફાયર-૧માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ગુજરાત ટાઇટન્સ (GT) ને ૯૨ રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહેલા ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ એક પત્રકારના સવાલ પર ખરાબ રીતે ગુસ્સે થઈ ગયા હતા. સવાલ સાંભળતા જ ફિલિપ્સે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “આ શું બકવાસ સવાલ છે?” હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે.
ધર્મશાલાના રમણીય સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-સ્ટેક મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇઝ્રમ્ની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૨૫૪ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. ટીમ વતી રજત પાટીદારે માત્ર ૩૩ બોલમાં અણનમ ૯૩ રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ગુજરાતના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. પોતાની આ ઇનિંગ દરમિયાન પાટીદારે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. આ ઉપરાંત વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ પણ ઉપયોગી યોગદાન આપીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
૨૫૫ રનના કપરા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લેથી જ નિયમિત અંતરે વિકેટો ગુમાવવાનું શરૂ કરી દીધું હતું. કેપ્ટન શુભમન ગિલ પણ આ મહત્ત્વની મેચમાં મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. મધ્યમ ક્રમના બેટર્સ પણ ક્રીઝ પર ટકી શક્યા નહોતા, પરિણામે આખી ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૬૨ રન જ બનાવી શકી અને ગુજરાતે ૯૨ રનથી મેચ ગુમાવવી પડી હતી.
મેચ પૂરી થયા બાદ ગુજરાત ટાઇટન્સ વતી ગ્લેન ફિલિપ્સ મીડિયાને સંબોધવા આવ્યા હતા. આ દરમિયાન એક રિપોર્ટરે તેમને સવાલ પૂછ્યો કે, “શું ૨૫૦થી વધુ રનના ટાર્ગેટના દબાણને કારણે ટીમની માનસિકતા પર અસર પડી હતી અને એટલે જ હાર થઈ?” આ સવાલ સાંભળતા જ ફિલિપ્સનો પારો ચડી ગયો હતો.
રિપોર્ટરને રોકતા ગ્લેન ફિલિપ્સે રોષે ભરાઈને કહ્યું, “આ બહુ ખરાબ અને બકવાસ સવાલ છે. કોઈ પણ એવું વિચારીને નથી જતું કે ‘તમને ખબર છે કે અમે પહેલેથી જ હાર માની લીધી છે?’ અમે પ્રોફેશનલ ક્રિકેટર્સ છીએ. જાે અમે દબાણથી આટલા ડરી જતા હોત, તો ક્યારેય આ સ્તર સુધી પહોંચી જ ન શક્યા હોત. અમે હંમેશા દરેક મેચ જીતવાના મક્કમ ઇરાદા સાથે જ મેદાનમાં ઉતરીએ છીએ.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “્૨૦ ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલું છે અને અહીં કંઈપણ શક્ય છે. અમને છેલ્લી ઘડી સુધી વિશ્વાસ હતો કે અમે આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ પાવરપ્લેમાં જ શરૂઆતની વિકેટો પડી જવાને કારણે અમે મેચમાં વાપસી ન કરી શક્યા.”



