
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશને સર્વોચ્ચ અદાલત દ્વારા લિવ-ઈન-રિલેશનશિપને કાયદેસર બનાવ્યા પછી પુરુષ રિલેશનશિપ પછી સ્ત્રી અથવા ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે. પરંતુ લિવ-ઈન-રિલેશનશિપમાં બ્રેકઅપ પછી મહિલા માટે જીવનસાથી શોધવો મુશ્કેલ છે. કારણ કે બ્રેકઅપની સ્થિતિમાં લિવ-ઈન-રિલેશનશિપ મહિલાઓને અપ્રમાણસર રીતે નુકસાન પહોંચાડે છે કારણ કે પુરુષો લગ્ન પછી સરળતાથી આગળ વધી શકે છે અને સ્થાયી થઈ શકે છે. જ્યારે સ્ત્રીઓ જીવનસાથી શોધવા માટે સંઘર્ષ કરી રહી છે .અલ્હાબાદ હાઇકોર્ટે ટિપ્પણી કરી કે આવી વ્યવસ્થા મધ્યમ વર્ગના ભારતીય સમાજના સ્થાયી ધોરણો વિરુધ્ધની છે.
જસ્ટિસ સિદ્ધાર્થની બનેલી સિંગલ જજની બેન્ચે કોર્ટમા પહોંચતા આવા કેસોની વધતી સંખ્યા પર નારાજગી વ્યક્ત કરી હતી.જસ્ટિસ સિધ્ધાર્થે નોંધ્યું કે,” લિવ-ઈન-રિલેશનશિપ નો ખ્યાલ મહિલાઓના હિત ની વિરુધ્ધ છે કારણ કે પુરુષ લિવ-ઈન-રિલેશનશિપ પછી પણ સ્ત્રી અથવા ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે પરંતુ બ્રેકઅપ પછી મહિલાઓ માટે જીવનસાથી શોધવો મુશ્કેલ છે.”
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, “આ કોર્ટને લાગે છે કે સર્વોચ્ચ અદાલત દ્વારા લિવ-ઈન-રિલેશનશિપને કાયદેસર બનાવ્યા પછી કોર્ટ આવા કેસોથી કંટાળી ગઈ હતી. આ કેસ કોર્ટમાં આવી રહ્યા છે કારણ કે લિવ-ઈન- રિલેશનશિપ નો ખ્યાલ ભારતીય મધ્યમ વર્ગીય સમાજમાં સ્થાયી કાયદાની વિરુદ્ધ છે. આ ટિપ્પણીઓ કોર્ટમાં શાન આલમ નામના આરોપીની જામીન અરજી સુનાવણી દરમ્યાન આવી હતી. જેના પર ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (POCSO) કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
તેના પર લગ્નના ખોટા વચન આપી ફરિયાદી સાથે શારીરિક સંબંધ બાંધવાનો અને બાદમાં એ વચન તોડવાનો આરોપ હતો. અરજદાર જાહેર કર્તા વતી હાજર રહેલા એડવોકેટ મધુ યાદવે દલીલ કરી હતી કે આરોપીના કાર્યોએ તેનું આખું જીવન બરબાદ કરી દીધું છે. અને દાવો કર્યો હતો કે હવે કોઈ તેની સાથે લગ્ન કરવા તૈયાર નથી. દલીલની નોંધ લેતા, કોર્ટે અવલોકન કર્યું કે લિવ-ઈન-રિલેશનશિપનો વિચાર યુવા પેઢીને આકર્ષિત કરતો હતો. પરંતુ તેના પરિણામો તેના પહેલાંના કેસોમાં સ્પષ્ટ હતા.જોકે, ૨૫ ફેબ્રુઆરીથી આરોપીની સતત કેદ આરોપીની પ્રકૃતિ, અગાઉના કોઈ ગુનાહિત ઇતિહાસની ગેરહાજરી અને જેલમાં વધુ પડતી ભીડને ધ્યાનમાં રાખીને, બેંચે આ વર્ષે આરોપીને જામીન આપ્યા હતા. જામીન અરજદાર/આરોપી વતી એડવોકેટ સતીશચંદ્ર સિંહ હાજર રહ્યા હતા.



