
સોનાક્ષી સિંહા ડિજિટલ પ્લેટફર્મ પર સક્રિય થતાં કૅરીઅરમાં વળાંક બાબતે ચર્ચા.કન્ટેન્ટ ક્રિએશન તો શોખથી કરું છું, મારી ઓળખ તો અભિનયથી જ છે.ફિલ્મોએ સમયાંતરે સૌંદર્યના ધોરણો અને ટ્રેન્ડ્સને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે : સોનાક્ષી.સોનાક્ષિ સિંહા આજકાલ યુટ્યુબ વ્લોગમાં કે મેક અપ વીડિયો તેમજ ઓટીટીમાં વધુ જાેવા મળે છે, ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ડિજિટલ દુનિયામાં તેની વધતી લોકપ્રિયતા છતાં અભિનય જ તેની પ્રથમ પસંદગી અને મુખ્ય કારકિર્દી રહેશે. એક મિલિયનથી વધુ યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી સોનાક્ષી સોશિયલ મીડિયા અને કન્ટેન્ટ ક્રિએશનને ચાહકો સાથે સીધો સંપર્ક સાધવાનું માધ્યમ માને છે, કમાણીનું મુખ્ય સાધન નહીં.સોનાક્ષીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, “ડિજિટલ પ્લેટફોર્મ છેલ્લા કેટલાક વર્ષાેમાં ખૂબ વિકસ્યું છે. આ મારા માટે ચાહકો સુધી મારી અસલી ઓળખ સાથે પહોંચવાનો ઉત્તમ માર્ગ છે. તેથી એ કામ જેવું લાગતું નથી, પરંતુ આનંદ આપે છે. હું તેને મારી આવકનું મુખ્ય સાધન બનાવવા માગતી નથી. તે હંમેશા મારા મુખ્ય કામનું એક વધારાનું સ્વરૂપ જ રહેશે.”૧૫ વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય સોનાક્ષી માને છે કે ભારતીય સિનેમાએ હંમેશાં સુંદરતાના વિવિધ સ્વરૂપોને સ્થાન આપ્યું છે. તેનાં મતે, ફિલ્મોએ સમયાંતરે સૌંદર્યના ધોરણો અને ટ્રેન્ડ્સને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.સૌંદર્ય અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં તેણે કહ્યું, “ભારતીય સિનેમાએ શરૂઆતથી જ સુંદરતાને તેના સાચા સ્વરૂપમાં રજૂ કરી છે. ઘણી અભિનેત્રીઓએ પોતાની આગવી ઓળખ દ્વારા લોકોને પ્રેરિત કર્યા છે. સિનેમા સૌંદર્યના ટ્રેન્ડ્સ અને માપદંડોને પ્રભાવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”સોનાક્ષીએ પોતાની માતા પૂનમ સિંહાના બ્યુટી સિક્રેટ વિશે પણ વાત કરી. તેણે જણાવ્યું કે તેની માતા ચહેરા પર વધુ પ્રયોગો કરવાની તરફેણમાં નથી અને કુદરતી સંભાળમાં વિશ્વાસ રાખે છે. “મમ્મી હંમેશા કહે છે કે ચહેરા સાથે વધુ છેડછાડ ન કરવી જાેઈએ. તેઓ એલોવેરાનો ઉપયોગ કરીને ત્વચાની કુદરતી રીતે કાળજી લેવાનું પસંદ કરે છે.” જાે સોનાક્ષીના કામની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ સીસ્ટમમાં જાેવા મળી હતી.



