
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ઈન્ડોનેશિયામાં બે યુવાનો એક દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યા ત્યારે આસપાસના રહેણાંક વિસ્તારના જાગૃત લોકોએ તેમને રંગે હાથ પકડી લીધા હતા. લોકોએ ચોરને પકડીને મારપીટ કરવાને બદલે તેને બાંધી રાખ્યા હતા.
પોલીસને આવતા વાર થાય એવું લાગતા ચોરો ભાગી ન જાય એ માટે લોકોએ બંને ચોરોને નખશિખ બ્રાઉન ટેપ માં લપેટી લીધા હતા. માત્ર બે આંખો,નાક અને મોં જ ખુલ્લા રહે એ રીતે બાંધીને તેમને ખુરશીમાં બેસાડી દીધા હતા. એકના માથે તો એન્ટેના જેવી ટેપ પણ બહાર કાઢી હતી અને પોલીસો તેને એન્ટેનાથી ઊંચકીને લઈ ગયા હતા.




