
૪૮ કલાકમાં જ ઓટીટી પરથી હટાવાઈ દિલજિત દોસાંઝની ને ભારતમાં અટકાવી દેવાઈ ઓટીટીએ ‘વર્તમાન પરિસ્થિતિ’ના કારણે સ્ટ્રીમિંગ અટકાવીને ફિલ્મને ટેકો આપવાની વાત કરી
એક્ટર અને ગાયક દિલજીત દોસાંઝની બહુચર્ચિત ફિલ્મ ‘સતલુજ’ તેનાં ડિજિટલ પ્રીમિયર પછી માત્ર ૪૮ કલાકમાં જ ભારતમાં ZEE5 પરથી હટાવી દેવામાં આવી છે. જાેકે, ફિલ્મ હજુ પણ ભારત બહારના કેટલાક દેશોમાં સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે.૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ ઓટીટી પર રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ ૫ જુલાઈની સાંજે પ્લેટફોર્મે જાહેરાત કરી કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફિલ્મને ભારતમાં આગામી સુચના સુધી અટકાવવામાં આવી રહી છે. જાેકે, આ ર્નિણય પાછળનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. સાથે જ ફિલ્મ ઓનલાઇન લીક પણ થઈ ગઈ છે.ફિલ્મ હટાવ્યા બાદ દિલજીત દોસાંઝે સોશિયલ મીડિયા પર પહેલી વખત પોતાના વિચાર જાહેર કર્યા છે. તેણે ફિલ્મની એક તસવીર શેર કરીને લખ્યું, “હું અંધકારને પડકારું છું” સાથે જ પંજાબીમાં લખ્યું કે, “સતલુજ સાથે જે થયું, તે જ શહીદ જસવંત સિંહ કાલરા સાથે પણ થયું હતું.”બાદમાં ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન દિલજીતે જણાવ્યું કે તેને પહેલાંથી જ શંકા હતી કે ફિલ્મ પર કોઈ કાર્યવાહી થઈ શકે છે.તેણે કહ્યું, “મને લાગતું હતું કે સોમવારે કચેરીઓ ખુલ્યા પછી ફિલ્મ પર પ્રતિબંધ લાગી શકે, પરંતુ એવું રવિવારની સાંજે જ થઈ જશે એવી કલ્પના નહોતી.”દિલજીતે વધુમાં જણાવ્યું કે ફિલ્મના ભવિષ્ય અંગેની અનિશ્ચિતતાને કારણે ટીમે ઇરાદાપૂર્વકને મોટાપાયે પ્રમોશન કર્યું નહોતું, કારણ કે અમને ડર હતો કે તેનાથી ફિલ્મની રિલીઝ પણ અટકી શકે.તેણે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, “કમસે કમ લોકો સુધી અમારી ફિલ્મ પહોંચી અને ઘણા લોકોએ તે જાેઈ પણ લીધી. કેટલાક લોકોએ તો ગુરુદ્વારામાં પ્રોજેક્ટર પર ફિલ્મ બતાવી હતી, જે જાેઈને મને ખૂબ આનંદ થયો.”ડિજિટલ યુગનો ઉલ્લેખ કરતાં તેણે ઉમેર્યું, “એકવાર કોઈ વસ્તુ ઇન્ટરનેટ પર આવી જાય પછી તેને સંપુર્ણપણે દૂર કરવી મુશ્કેલ છે.”ZEE5 એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ફિલ્મને દર્શકો તરફથી મળેલો પ્રતિસાદ અત્યંત ઉત્સાહજનક રહ્યો છે અને પ્લેટફોર્મ ફિલ્મ તથા તેના સર્જકોની દ્રષ્ટિ સાથે અડગ ઊભું છે.નિવેદનમાં જણાવાયું છે કે, “વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ‘સતલુજ’ ભારતમાં આગામી સુચના સુધી ઉપલબ્ધ રહેશે નહીં. ફિલ્મને ફરીથી દર્શકો સુધી પહોંચાડવા માટે તમામ યોગ્ય કાનૂની માર્ગાે અપનાવવામાં આવશે.”‘સતલુજ’ પંજાબના માનવ અધિકાર કાર્યકર જસવંત સિંહ ખાલરાના જીવન પરથી પ્રેરિત છે. ખાલરાએ ૧૯૯૦ના દાયકામાં પંજાબમાં હજારો અજાણ્યા શીખ યુવાનોના કથિત ગેરકાયદેસર એન્કાઉન્ટર અને સામુહિક અંતિમ સંસ્કારના કિસ્સાઓને ખુલ્લા પાડ્યા હતા. બાદમાં ૧૯૯૫માં તેઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા.ફિલ્મમાં દિલજીત દોસાંઝ મુખ્ય ભુમિકામાં છે, જ્યારે અર્જુન રામપાલ, સુવિંદર વિક્કી, ગીતિકા વિદ્ય્યા ઓહલ્યાન અને કન્વલજીત સિંહ પણ મહત્વપૂર્ણ ભુમિકાઓમાં જાેવા મળે છે.ફિલ્મ વર્ષાે સુધી વિવાદોમાં રહી હતી. અહેવાલો મુજબ, કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ એ ફિલ્મમાં ૧૨૦થી વધુ ફેરફારો સુચવ્યા હતા. તેમાં પંજાબ અને પંજાબ પોલીસના સંદર્ભાે દૂર કરવા તેમજ મુખ્ય પાત્રની ઓળખ સંબંધિત ફેરફારો કરવાની સચના પણ સામેલ હતી.ફિલ્મના ડિરેક્ટર હની ત્રેહાને જણાવ્યું કે જસવંત સિંહના પત્ની પરમજીત કૌરે ફિલ્મ જાેયા બાદ પહેલા તેમને કહ્યું હતું કે ફિલ્મમાં બધું જ સ્ક્રિપ્ટ મુજબ સાચી રીતે દર્શાવવામાં આવ્યું છે.




