
ફિલ્મ મેજર અને ડકૈત દ્વારા દર્શકોમાં જાણીતો છે તેલુગુ એક્ટર અદિવિ સેશની ડેબ્યૂ હિન્દી ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ અદિવિ સેશની આગામી ફિલ્મ ગુડાચારી ટુ વિનય કુમાર શ્રીગીનિધિ દ્વારા ર્નિદેશિત કરવામાં આવી છે મેજર અને ડકૈત ફિલ્મ દ્વારા દર્શકોમાં જાણીતો બનેલો તેલુગુ સ્ટાર અદિવિ સેશ હવે હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશી રહ્યો છે. તેની આગામી હિન્દી ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર મહિનાથી શરૂ કરવામાં આવશે. આ ફ્લ્મિમાં અદિવિ સેશ ઉપરાંત એક બીજાે સ્ટાર તથા હિરોઇન પણ હશે. ફિલ્મમેકર્સ સપ્ટેમ્બરમાં પ્રિ-પ્રોડકશનનું કામ શરૂ કરશે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર મહિનાથી શરૂ કરવામાં આવશે. ફિલ્મનું ટાઇટલ અને ર્નિદેશકના નામની જાહેરાત કરવામાં આવી નથી. આ બાબતે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.અદિવિ સેશની આગામી ફિલ્મ ગુડાચારી ટુ વિનય કુમાર શ્રીગીનિધિ દ્વારા ર્નિદેશિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને વામિકા ગબ્બી મહત્વની ભૂમિકામાં દેખાશે.આ ફિલ્મમાં અદિવિ સેશ એજન્ટ ગોપીની ભૂમિકામાં જાેવા મળશે.




