
નવી સ્ટાઇલ્સ અજમાવવામાં હચકાતી નથી.જાે મને કંઈ ગમશે તો, હું ચોક્કસ ટ્રાય કરીશ : અલાયા.હું હંમેશા નવી વસ્તુઓ શીખવાનો પ્રયાસ કરું છું. હાલમાં હું હેન્ડસ્ટેન્ડ પ્રેસ શીખવાનો પ્રયત્ન કરી રહી છું,અભિનેત્રી અલાયા એફે તાજેતરમાં ફિટનેસ, ફેશન અને સમર સ્ટાઇલ અંગે ખુલીને વાત કરી છે. પોતાનાં સ્પષ્ટ અને રિયલ અભિગમ માટે જાણીતી આ એક્ટ્રેસે એક ઇન્ટરવ્યુમાં પોતાની વ્યક્તિગત પસંદગી અને બદલાતી સ્ટાઇલ વિશે રસપ્રદ વાતો કરી હતી. ફિટનેસ વિશે વાત કરતાં અલાયા એફે જણાવ્યું કે તે ક્યારેય એક જ રૂટિનમાં બંધાતી નથી, પરંતુ હંમેશા નવી ચેલેન્જ ટ્રાય કરતી રહે છે. “હું હંમેશા નવી વસ્તુઓ શીખવાનો પ્રયાસ કરું છું. હાલમાં હું હેન્ડસ્ટેન્ડ પ્રેસ શીખવાનો પ્રયત્ન કરી રહી છું, જે ખૂબ જ મુશ્કેલ છે.” તેની આ વાતથી સ્પષ્ટ થાય છે કે તે ફિટનેસમાં સતત પોતાની મર્યાદાઓ તોડીને આગળ વધવાની કોશિશ કરે છે. ફેશન અંગે તેણે સરળ અને પ્રેક્ટિકલ સલાહ આપી.
“તમારા બૉડી ટાઇપ પ્રમાણે ડ્રેસ પહેરો, જે તમને ખુશ રાખે તે પહેરો, વધુ વિચાર ન કરો અને પોતાની રીતે રહો.”સમર સીઝન માટે તેની ત્રણ જરૂરી આઇટમ્સ છે – ડેનિમ શોર્ટ્સ, એક સફેદ શર્ટ અને સનગ્લાસિસ. ઓફ-ડ્યુટી લૂક માટે તે સિમ્પલ સ્ટાઇલ પસંદ કરે છે. અલાયા કહે છે, “મારો ગો-ટુ આઉટફિટ ક્રેક્ડ પેન્ટ્સ, બ્લેક સિંગલેટ છે – બસ એટલું જ.” ફેશનમાં સસ્ટેનેબિલિટી અંગે પણ તેણે મહત્વની સલાહ આપી હતી. “ફાસ્ટ ફેશન ખરીદવાનું ટાળો, કપડાંનો ફરીથી ઉપયોગ કરો, મિત્રો સાથે શેર કરો અને સારી ક્વોલિટીના કપડાં લો જેથી લાંબા સમય સુધી ચાલે.” અલાયા એફે એવું પણ જણાવ્યું કે તે નવી સ્ટાઇલ્સ અજમાવવામાં હચકાતી નથી. અલાયાએ કહ્યું, “જાે મને કંઈ ગમે, તો હું ચોક્કસ ટ્રાય કરું. પહેલાં મને એનિમલ પ્રિન્ટ બિલકુલ પસંદ નહોતી, પણ હવે મને તે ગમવા લાગી છે, તેથી હું તે પણ ટ્રાય કરી શકું.” ફિટનેસ અને ફેશન વિશેની તેની આ ખુલા દિલની વાતચીતથી સ્પષ્ટ થાય છે કે અલાયા એફ આજની યુવા પેઢી માટે એક એવો અવાજ બની રહી છે, જે ઓથેન્ટિસિટી, કમ્ફર્ટ અને પોતાની ઓળખને મહત્વ આપે છે.




