
ફિલ્મ ૧૭ જુલાઈના રોજ થિએટર્સમાં રિલીઝ થશે આર. માધવન હવે જી.ડી. નાયડુના જીવનને મોટા પડદા પર જીવંત કરશે આર. માધવને પોતાની કારકિર્દીમાં તમિલ, હિન્દી સહિત વિવિધ ભાષાઓની ફિલ્મોમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યાં છે ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને ઇન્વેન્ટર જી.ડી. નાયડુના જીવન પર આધારિત બાયોપિક જીડીએનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં આર.માધવન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે અને તે ૧૭ જુલાઈના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.ટ્રેલરમાં માધવન જી.ડી. નાયડુના પાત્રમાં સંપૂર્ણપણે રૂપાંતરિત થયેલો જાેવા મળે છે. એન્જિનીયરિંગ, ઇનોવેશન અને ઔદ્યોગિક વિકાસમાં અસાધારણ યોગદાન આપનાર જી.ડી. નાયડુના સંઘર્ષ, સિદ્ધિઓ અને જીવનપ્રવાસની ઝલક ટ્રેલરમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મનો પિરિયડ લૂક અને ભવ્ય રજૂઆત પણ દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે.આર. માધવને પોતાની કારકિર્દીમાં તમિલ, હિન્દી સહિત વિવિધ ભાષાઓની ફિલ્મોમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યાં છે. કમર્શીયલ અને મસાલા ફિલ્મો વચ્ચે સંતુલન જાળવનારો માધવન હવે વધુ એક વાસ્તવિક વ્યક્તિત્વને પડદા પર જીવંત કરવા તૈયાર છે.તાજેતરમાં નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટ્રેલર શેર કર્યું હતું, જેમાં માધવનનો નવો અવતાર અને ફિલ્મની ભવ્યતા જાેવા મળે છે. ટ્રેલરને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.અભિનય ઉપરાંત માધવન ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ સક્રિય રહ્યો છે અને શિક્ષણ, લાંબા ગાળાના ફેરફાર જેવા વિષયો પ્રત્યે પોતાની રૂચિ વ્યક્ત કરતો રહ્યો છે. હવે જીડીએન દ્વારા તે ભારતના સૌથી પ્રભાવશાળી શોધકોમાંના એક એવા જી.ડી. નાયડુની પ્રેરણાદાયી ગાથા નવી પેઢી સુધી પહોંચાડવા તૈયાર છે. આ પહેલાં રોકેટરી:ધ નાંબી ઇફેક્ટ, ધુરંધરમાં પણ વાસ્તવિક રોલ કર્યા હતા. જીડીએન ૧૭ જુલાઈએ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.




