
એન્જેલિના જાેલીએ તાજેતરમાં કહ્યું હતું કે તેણે ડિવોર્સ પછી કોઈને ડેટ નથી કર્યા આખરે બ્રાડ પિટ અને ઇનેસ ડી રેમોને પોતાનો સંબંધ જાહેર કર્યાે બ્રાડ પિટ અને ઇનેસ ડી રેમોનનું નામ પ્રથમ વખત નવેમ્બર ૨૦૨૨માં એકબીજા સાથે જાેડાયું હતું
હોલિવૂડ એક્ટર બ્રેડ પિટ અને તેની ગર્લળેન્ડ ઇનેસ ડી રેમોને પ્રથમ વખત સોશિયલ મીડિયા પર પોતાના સંબંધને જાહેર કર્યાે છે. થોડાં જ દિવસો પહેલાં અભિનેત્રી એન્જેલિના જાેલીએ ખુલાસો કર્યાે હતો કે બ્રાડ પિટથી અલગ થયાં બાદ તેણે આજ સુધી કોઈને ડેટ કર્યું નથી. આ અંગેના અહેવાલો અનુસાર, બ્રાડ પિટ અને ઇનેસ ડી રેમોને તાજેતરમાં ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સીના ૩ જુલાઈએ યોજાયેલા લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગની તસવીરો સૌપ્રથમ તેનાં હેરસ્ટાઇલિસ્ટ લૉરી ઝાનોલેટીએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. તેણે પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું, “મારા ગમતાં લવર્સ રેમોન અને બ્રાડ પિટ, ન્યુયોર્કની એક અદ્દભુત ક્ષણ”. તસવીરોમાં ૬૨ વર્ષનો બ્રાડ પિટ બ્લેક ટક્સીડોમાં જાેવા મળે છે, જ્યારે ૩૩ વર્ષની ઇનેસ ડી રેમોન શિયર બ્લેક ગાઉનમાં દેખાય છે. બંને સાથે પોઝ આપતાં જાેવા મળે છે, જ્યારે અંતિમ તસવીરમાં બંને એકબીજા સાથે હળવી મજાક કરતા દેખાય છે.ઇનેસ ડી રેમોને પણ આ પોસ્ટ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી, જેમાં બેકગ્રાઉન્ડમાં ટેલર સ્વિફ્ટનું લોકપ્રિય ગીત ‘લવર’ વાગતું હતું.બ્રાડ પિટ અને ઇનેસ ડી રેમોનનું નામ પ્રથમ વખત નવેમ્બર ૨૦૨૨માં એકબીજા સાથે જાેડાયું હતું. જાેકે, બંનેએ લાંબા સમય સુધી પોતાના સંબંધને ખાનગી રાખ્યો હતો. તાજેતરમાં બંને જાહેરમાં વધુ સાથે જાેવા મળ્યાં છે. જૂનમાં યોજાયેલા ળેન્ચ ઓપન દરમિયાન પણ બંને સ્ટેડિયમમાં સાથે મેચ જાેતાં અને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં જાેવા મળ્યાં હતાં. મે ૨૦૨૫માં એક ઇન્ટરવ્યુમાં બ્રાડ પિટે પોતાનાં અંગત જીવનમાં સતત ચર્ચામાં રહેવા અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે જાહેરમાં આયોજનપૂર્વક સંબંધોને જાહેર કરતો નથી. તેણે જણાવ્યું, “જીવન સ્વાભાવિક રીતે આગળ વધે છે. સંબંધો પણ સમય સાથે વિકસે છે. છેલ્લા લગભગ ૩૦ વર્ષથી મારું વ્યક્તિગત જીવન સતત ચર્ચામાં રહ્યું છે. ક્યારેક તે મને પરેશાન કરે છે, પરંતુ હું જે કામ કરવા ઇચ્છું છું તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરું છું.”એન્જેલિના જાેલીનું નિવેદન બ્રાડ પિટ અને એન્જેલિના જાેલીનો લાંબો કાનૂની વિવાદ ૨૦૨૪માં સત્તાવાર રીતે પૂર્ણ થયો હતો. બીજી તરફ, ઇનેસ ડી રેમોને પણ અભિનેતા પોલ વેસ્લી સાથેના છૂટાછેડા એ જ વર્ષે પૂર્ણ કર્યા હતા. તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં એન્જેલિના જાેલીએ પોતાના અંગત જીવન વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે છૂટાછેડા પછી તેણે કોઈને ડેટ કર્યું નથી. તેણે કહ્યું, “હવે મારે ફરીથી જીવન જીવવું છે, ફરીથી સ્વતંત્ર બનવું છે. જીવને કદાચ મને થોડી તોડી નાખી છે, પરંતુ હવે ફરી આગળ વધવાનો સમય છે.”




