
અષાઢી બીજથી બપોરની આરતી બંધ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોટો ફેરફાર કરાયો દર્શન આરતીના સમયમાં ફેરફાર : સવારે મંદિર ૧૦.૪૫ કલાકે બંધ થતું હતું, તેના બદલે હવે ૧૧.૩૦ સુધી લંબાવાયો
યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતા થી દર્શન થઈ થકે તેવી સગવડ માટે અંબાજી મંદિરમાં તારીખ ૧ જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢી બીજથી બે વખત જ કરવામાં આવશે. બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર થશે. સવારે મંદિર ૧૦.૪૫ કલાકે બંધ થતું હતું.
તેના બદલે હવે ૧૧.૩૦ સુધી લંબાવાયો છે અને માતાજીની સાતે દિવસની સવારીના દર્શન જે માત્ર ૧૦.૪૫ સુધી થતાં હતા જે હવે ૪.૩૦ કલાક સુધી દર્શનનો લાભ મળશે.
અષાઢીબીજ થી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવા માં આવેલ છે. એટલું જ નહી અખાત્રીજથી મંદીરમાં માતાજીને જે અન્નકુટ ધરાવવાનુ બંધ કરવામાં આવ્યુ હતું. તે ભક્તો અષાઢીબીજથી ફરી અન્નકુટ ધરાવી શકશે.
આરતી સવારે – ૭.૩૦ થી ૮.૦૦
દર્શન સવારે – ૮.૦૦ થી ૧૧,૩૦
બપોરે આરતી બંધ કરવા માં આવી છે
બપોરે દર્શન – ૧૨.૩૦ થી ૧૬.૩૦
સાંજે આરતી -૧૯.૦૦ થી ૧૯.૩૦
દર્શન સાજે – ૧૯.૩૦ થી રાત્રી ના ૨૧.૦૦ સુધી મંદિર ખુલ્લુ રહેશે.




