
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત સરકાર ધ્વારા અશાંતધારા અંતર્ગત એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હવે અશાંતધારાને બદલે સ્પેસિફાઇડ એરિયા (નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. આ વિસ્તારો નક્કી કરવા માટે એક મોનિટરિંગ એન્ડ એડવાઇઝરી કમિટીની રચના કરવામાં આવશે. જેની સલાહના આધારે જે વિસ્તારોમાં કોમી તણાવ હોય અને ભવિષ્યમાં સ્થળાંતરની સંભાવના જણાય ત્યાં આ કાયદો લાગુ કરાશે. જ્યારે મિલકત વેચાણની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કલેક્ટર કક્ષાએ તપાસ કરવામાં આવશે. અને આ માટે એક સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવામાં આવશે. અને તપાસ બાદ જ વેચાણની મંજૂરી મળશે, અને જો ગેરકાયદેસર રીતે મિલકત ટ્રાન્સફર થઈ હશે તો તે રદ કરીને છ માસમાં રકમ પરત કરી મિલકતનો કબજો પરત લેવાની જોગવાઈ કરવામાં આવી છે.આ સમગ્ર પ્રક્રિયા અંગેના વિસ્તૃત નિયમો સાથેનું નોટિફિશન સરકાર ધ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આમ સરકારના નવા નોટિફિકેશન મુજબ હવેથી અશાંતધારા શબ્દ પ્રચલિત નહીં રહે. તેની જગ્યાએ સ્પેસિફાઇડ એરિયા ( નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.
ઉપરાંત જે વિસ્તારોમા કોમી તણાવ રહેતો હોય અથવા ભવિષ્યમાં ત્યાંથી લોકોનું મોટા પાયે સ્થળાંતર થવાની સંભાવના હોય, તેવા વિસ્તારોને ખાસ ધ્યાન હેઠળ રાખીને સ્પેસિફાઇડ એરિયા જાહેર કરવામાં આવશે. જ્યારે કોઈપણ વિસ્તારને સ્પેસિફાઇડ એરિયા જાહેર કરતાં પહેલા હવે એક ખાસ મોનિટરિંગ એન્ડ એડવાઇઝરી કમિટીની રચના કરવામાં આવશે. અને આ કમિટીની સલાહ અને ભલામણોના આધારે જ રાજય સરકાર કોઈ વિસ્તારને સ્પેસિફાઇડ એરિયા તરીકે જાહેર કરશે. સરકારના આ નવા નોટિફિકેશનથી મિલકત ટ્રાન્સફરની પ્રક્રિયા વધુ પારદર્શક અને કાયદાકીય રીતે સુરક્ષિત બનશે.




