
અમિતાભ બચ્ચને પોસ્ટ બાબતે ખુલાસો કર્યાે ‘હું સંપૂર્ણ સ્વસ્થ છું, મારી પોસ્ટનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો’ અમિતાભ બચ્ચને તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેમની તબિયત અંગે ચાલી રહેલી અટકળો પર પુર્ણવિરામ મૂક્યું
સર્જરીની અફવાઓ માટે અમિતાભ બચ્ચને સ્પષ્ટતા કરી મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેમની તબિયત અંગે ચાલી રહેલી અટકળો પર પુર્ણવિરામ મૂક્યું છે. તેમની એક બ્લોગ પોસ્ટ બાદ ઘણા ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે તેમણે સર્જરી કરાવી છે. જાેકે હવે તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે તેઓ સંપુર્ણ સ્વસ્થ છે અને તેમની પોસ્ટનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો.તાજેતરના ઇન્ટરવ્યુમાં ૮૩ વર્ષના બીગબીએ જણાવ્યું, “હું બિલકુલ ઠીક છું. મારી કોઈ સર્જરી થઈ નથી. મારી પોસ્ટ પર લોકોએ ગેરસમજ કરી છે. હું માત્ર એટલું સમજાવવા માગતો હતો કે સર્જરી અથવા આઈસીયુ પછી જ્યારે દર્દી ઘરે પરત ફરે છે, ત્યારે શારીરિક, માનસિક અને વ્યવહારિક રીતે સૌથી મુશ્કેલ સમય શરૂ થાય છે. મેં આ ઉદાહરણ એક ચેમ્પિયનની હાર પછીની માનસિક સ્થિતિ સમજાવવા માટે આપ્યું હતું.”અમિતાભ બચ્ચને વધુમાં ખુલાસો કર્યાે કે તેમની બ્લોગ પોસ્ટનો સંબંધ ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં સ્પેન સામે આર્જેન્ટિનાની હાર અને ફૂટબોલ સ્ટાર લિઓનેલ મેસ્સીની લાગણીઓ સાથે હતો. તેમણે કહ્યું, “હું આર્જેન્ટિનાની હાર અને મેસ્સી જેવા ચેમ્પિયન વિશે વાત કરી રહ્યો હતો. પરંતુ લોકોએ માની લીધું કે હું મારી જ વાત કરી રહ્યો છું.” પોતાની તબિયત અંગે પૂછવામાં આવતા તેમણે હળવા અંદાજમાં જવાબ આપ્યો, “બિલકુલ સ્વસ્થ છું… અત્યાર સુધી તો છું.”મંગળવારે, સ્પેને ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં આર્જેન્ટિનાને હરાવ્યાના બીજા દિવસે, અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં સર્જરી, આસીયુમાં વિતાવેલો સમય અને ત્યારબાદના પડકારો અંગે લાંબી નોંધ લખી હતી. જાેકે તેમાં તેમણે ફૂટબોલ કે મેસ્સીનો કોઈ ઉલ્લેખ કર્યાે નહોતો, જેના કારણે ચાહકોને લાગ્યું કે અભિનેતા પોતાની જ તબિયત વિશે વાત કરી રહ્યા છે.તેમણે લખ્યું હતું કે હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા પછીનો સમય સૌથી વધુ મુશ્કેલ હોય છે અને જીવનમાં મળેલી હારનો સામનો કરવો પણ એટલો જ કઠિન હોય છે. પોસ્ટના અંતે તેમણે સૌને “સ્વસ્થ રહો, ખુશ રહો” એવો સંદેશ આપ્યો હતો. આ પોસ્ટ વાયરલ થતાં ચાહકોએ સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનના જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવી હતી. જાેકે હવે અભિનેતાની સ્પષ્ટતા બાદ તમામ અટકળોનો અંત આવ્યો છે.




