
શાહરુખ ખાન પછી હવે સલમાન ખાનની આગામી ફિલ્મમાં જાેવા મળશે ભારતીય ક્રિકેટરની પત્ની હાલમાં સલમાનનું સંપૂર્ણ ધ્યાન વામશી પૈડીપલ્લીના પિક્ચર પર છે. આ એક્શન ફિલ્મનું શૂટિંગ તેણે શરૂ કરી દીધું છે બોલિવૂડના ભાઈજાન ફરી ફિલ્મી પડદે દસ્તક આપવા જઈ રહ્યા હતા એટલામાં જ તેની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ‘ની રિલીઝ ડેટ પર કન્ફ્યુઝન ઊભું થતા ચાહકોને સલમાનને પડદા પર જાેવા માટે વધારે રાહ જાેવી પડશે. સલમાન ખાને પોતે કહ્યું હતું કે જયારે પણ તેને માહિતી મળશે તે પોતાના ચાહકોને જણાવશે. એવી ચર્ચાઓ પણ છે કે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે. હાલમાં સલમાનનું સંપૂર્ણ ધ્યાન વામશી પૈડીપલ્લીના પિક્ચર પર છે. આ એક્શન ફિલ્મનું શૂટિંગ તેણે શરૂ કરી દીધું છે. સલમાન સાથે આ ફિલ્મમાં સાઉથની સુંદર અભિનેત્રી નયનતારા પણ લીડ રોલમાં જાેવા મળશે. આ સાથે જ આ ફિલ્મમાં જેકી શ્રોફ પણ દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. નવી અપડેટ અનુસાર શાહરુખ ખાનની ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’ની ‘ચકદે ગર્લ’ સાગરિકા ઘાટગે પણ સલમાનની ફિલ્મમાં દેખાશે. એક રિપોર્ટ અનુસાર ‘ચક દે ઇન્ડિયા’માં પ્રીતિ સબરવાલનું પાત્ર ભજવનારી પ્રખ્યાત અભિનેત્રી સાગરિકા ઘાટગે સલમાનની ફિલ્મમાં શું રોલ કરશે તે વિશે હાલમાં કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે ઘણા સમય બાદ મોટા પડદે દેખાશે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગેને ફિલ્મમાં જાેવા માટે ફેન્સ પણ આતુર છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની આગામી ફિલ્મનું શીર્ષક હજી નક્કી થયું નથી. જાે કે ટેન્ટેટિવ ટાઇટલ સાથે બનાવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને વામસી પેડીપલ્લી ડાયરેક્ટ કરી રહ્યા છે. જયારે શ્રી વેંકટેશ્વર ક્રિએશનના બેનર હેઠળ દિલ રાજુ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં મુંબઈમાં જ શરૂ થયું હતું. જાે કે આ ફિલ્મમાં સાગરિકા ઘાટગે આજકાલ ફિલ્મમાં ઓછી દેખાય છે, પરંતુ તે આ ફિલ્મથી મોટા પડદે પરત ફરશે. પેડીપલ્લી સલમાન ખાન અને નયનતારા સાથે અન્ય સ્ટારકાસ્ટ તૈયાર કરી રહ્યા છે. હાલમાં જ એક અન્ય રિપોર્ટ દ્વારા જાણકારી મળી હતી કે હાલમાં સલમાન ખાનની આ ફિલ્મના શૂટિંગ માટે એક એક્શન સીન માટે અફઘાન ગામનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. શૂટિંગના આ ભાગમાં નયનતારા અને સલમાન ખાન બંને સાથે છે. જાે કે મેકર્સે આ વિશે હજી સુઘી કોઈ પણ જાણકારી આપી નથી.




