
સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથની સેનેટ સમિતિએ ઉલટ તપાસ કરી ઇરાન સાથેના યુદ્ધમાં અમેરિકાના ત્રણ લાખ કરોડ રૂપિયા સ્વાહા હોર્મુઝ પરથી પસાર થતાં જહાજાે પર બોમ્બમારો કર્યાે તો દરેક હુમલાના જવાબમાં એક વીજમથક કે પુલ ઉડાવીશું : ટ્રમ્પ
ઇરાન યુદ્ધના કારણે અમેરિકાને સીધો ત્રણ લાખ કરોડ રુપિયા (૩૭.૫ અબજ ડોલર)નો ફટકો પડયો છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે સેનેટની સમક્ષ આ વાત જણાવી ત્યારે તેમણે સેનેટ સમિતિના તીખા સવાલોનો સામનો કરવો પડયો હતો. આમ અમેરિકાને ઇરાન સામેના યુદ્ધમાં જાન અને માલ બંનેનું નુકસાન ઉઠાવવું પડી રહ્યુ છે. અમેરિકાના ૧૭ સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા છે અને ૫૦૦ ઘાયલ થયા છે.સેનેટની સમિતિ સમક્ષ હાજર રહેવા દરમિયાન પીટ હેગસેથે આકરા સવાલોના જવાબનો તો સામનો કરવો જ પડયો, પરંતુ તેમની સામે પણ બરોબર નારાબાજી થઈ. ડેમોક્રેટ્સે તો તેમના પર અમેરિકાને એક અંતહીન યુદ્ધમાં ધકેલી દેવાનો પણ આરોપ લગાવ્યો હતો. હેગસેથે આ આકરા પ્રહારો વચ્ચે જણાવ્યું હતું કે રિપબ્લિકન પાર્ટી તરફથી તૈયાર કરવામાં આવી રહેલું ૯૫ અબજ ડોલરનું ફંડ અને પ્રેસિડેન્ટ ટ્રમ્પેનું ૧.૫ ટ્રિલિયન ડોલરનું સંરક્ષણ બજેટ લશ્કર માટે ખૂબ જ જરુરી છે. તેમણે ચેતવણી આપી હતી કે જાે આ ફંડ લશ્કરને ન મળ્યું તો તેણે સંસાધનોની મોટાપાયા પરની અછતનો સામનો કરવો પડી શકે છે.સેનેટની સમિતિના ટોચના સભ્ય સેનેટર પેટી મરેએ સરકારના હેતુઓ પર સવાલ ઉઠાવ્યા. મરેએ જણાવ્યું હતું કે આ યુદ્ધ ફરી એક વખત બેકાબૂ થઈ રહ્યું છે. આપણે ક્યારેય ખતમ ન થનારા સંઘર્ષ તરફ આગળ વધી રહ્યા છીએ. મરેએ જણાવ્યું હતું કે ટ્રમ્પ વારંવાર જણાવે છે કે અમે સમજૂતીની નજીક છીએ અને યુદ્ધ ઝડપથી ખતમ થઈ જશે, પરંતુ એવું કશું થયું નથી. હવે તે ૭૦ અબજ ડોલર માંગે છે. અમને ફક્ત બધુ ઠીક થઈ જશે તેવો ભરોસો રાખવાની વાત કરે છે.આ દરમિયાન જાેઇન્ટ ચીફ ઓફ સ્ટાફના વડા જનરલ ડેન કેન અને કૃષિપ્રધાન બૂ્રક રેલિંગ્સે પણ તેમનો અભિપ્રાય રજૂ કર્યાે હતો. રિપબ્લિકન પાર્ટીના બજેટ પ્રસ્તાવમાં યુદ્ધ ફંડ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી બીજી જરુરતો હેઠળ ૬૦ અબજ અને ૧૨ એબજ ડોલર, કૃષિ સહાયતા માટે ૧૦ અબજ ડોલર અને વોટિંગ કાયદામાં ફેરફાર માટે ૧૦ અબજ ડોલર આપવાનો સમાવેશ થાય છે.અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ધમકી આપી છે કે ઇરાન હોર્મુઝમાંથી પસાર થતાં કોઈ જહાજ પર હુમલો કરશે તો તેના જવાબમાં તેનું વીજમથક ઉડાવાશે અથવા તો તેનો પુલ ઉડાવી દેવામાં આવશે. તેથી ઇરાને છેલ્લા ત્રણ મહિનામા કુલ ૩૦થી વધુ કોમર્સિયલ જહાજાે પર હુમલો કર્યાે છે. તેના કારણે ટ્રમ્પ ગીન્નાયા છે. અમેરિકાનું કહેવું છે કે હોર્મુઝ હજી પણ વ્યવસાયિક જહાજાે માટે ખૂલ્યું છે, પરંતુ ઇરાન માટે નહીં.અમેરિકન લશ્કરે સળંગ ૧૧મી રાત્રિ ઇરાન પર હુમલો કર્યાે છે. તેણે આ હુમલો ઇરાનના એરક્રાફ્ટ હેન્ગર, ડ્રોન સ્ટોરેજ સાઇટ, આર્મી ઓપરેશન સેન્ટર, સમુદ્રી ક્ષમતાઓ અને લોજિસ્ટિક્સ ઇન્ળાસ્ટ્રકચરને નિશાન બનાવીને કર્યાે. ઇરાને પણ વળતો પ્રહાર કરતાં જાેર્ડન, બહેરીન, યુએઈ અને સાઉદીમાં હુમલા કર્યા હતા. ઇરાને દાવો કર્યાે છે કે અમે અમેરિકાના પાંચમાં કાફલાને નષ્ટ કરી દીધો છે. તેની સામે અમેરિકાએ આજના ભીષણ હુમલામાં ૨૦૦થી પણ વધુ ઇરાની સૈનિકોને ખતમ કર્યા હોવાનું ઇઝરાયેલે જણાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધુ છે કે ઇરાનને વાતચીતમાં કઈ રસ નથી. આ ઉપરાંત હોર્મુઝની ખાડી યુદ્ધના લીધે બંધ છે ત્યારે હવે જે ડર હતો તે જ થયુ. હુથીઓે બાબા અલ મડેબનો રસ્તો અટકાવી દીધો છે. તેના કારણે સાઉદીથી આવી રહેલા ભારત અને ચીનના જહાજે યુ-ટર્ન લઈને લાંબો રસ્તો કાપીને આવવું પડયું છે.




