
ટીમ ઈન્ડિયાના ખેલાડીએ કર્યાે ચોંકાવનારો ખુલાસો ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’ T-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ મેચમાં સંજુ સેમસને ટીમ માટે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું.
સંજુ સેમસને T-20 વર્લ્ડકપ ૨૦૨૬ માં ભારત માટે કેટલીક યાદગાર ઇનિંગ્સ રમી હતી. પરંતુ સંજુને વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં રમવાની તક મળી નહોતી. જે બાદ રોહિત શર્માએ તેમની હિંમત વધારતા એક મોટી ભવિષ્યવાણી કરી હતી, જે આખરે સાચી સાબિત થઈ.T-20 વર્લ્ડ કપ ૨૦૨૬નો ખિતાબ જીતીને ભારતીય ટીમે ઇતિહાસ રચી દીધો હતો. હવે ભારત દુનિયાની પહેલી એવી ટીમ બની ગઈ છે, જેણે સતત ૨ વાર T-20 વર્લ્ડકપની ટ્રોફી પોતાના નામે કરી છે. વર્ષ ૨૦૨૪માં રોહિત શર્માએ T-20 વર્લ્ડકપ જીતીને ICC ટ્રોફીના દુષ્કાળનો અંત લાવ્યો હતો. તો વર્ષ ૨૦૨૬માં સૂર્યકુમાર યાદવે ટ્રોફી જીતવામાં સફળતા હાસલ કરી, જેમાં ભારતની આ જીતના સૌથી મોટા હીરો સંજુ સેમસન રહ્યા હતા.T-20 વર્લ્ડકપ પહેલા ન્યૂઝિલેન્ડ સામે ૫ મેચની T20 સિરીઝ રમાઈ હતી. તે સિરીઝમાં વિકેટ કિપર બેટ્સમેન સંજુ સેમસન પૂરી રીતે ફ્લોપ રહ્યા હતા. આમ છતાં, તેમને T-20 વર્લ્ડકપ ૨૦૨૬ની ટીમમાં સામેલ કરવામાં આવ્યા. જાેકે, શરૂઆતની મેચોમાં તેમને રમવાની તક ન મળી, પરંતુ જ્યારે તેમની ટીમમાં વાપસી થઈ, ત્યારે તેમણે દમદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું.શરૂઆતની મેચોમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહ્યા પછી, પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સંજુને આશ્વાસન આપ્યું હતું કે, તેમનો સમય ચોક્કસ આવશે. પરંતુ રોહિત શર્માની આ વાત પર સંજુને બિલકુલ ભરોસો નહોતો. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સંજુએ જણાવ્યું કે, ‘ઈમાનદારીથી કહું તો, તે સમયે મને રોહિત ભાઈની વાત પર વિશ્વાસ નહોતો થયો. સોરીપ તે કદાચ પોતાના અનુભવ કે, દિલથી બોલી રહ્યા હતા, પરંતુ તે દિવસે હું એ નહોતો જાેઈ શકતો જે આજે જાેઈ રહ્યો છું. મારો ચહેરો જાેઈને કોઈ પણ કહી શકતું હતું કે હું નિરાશ હતો.’ન્યૂઝિલેન્ડ સિરીઝ પછી ટીમમાં સ્થાન ન મળવાનો અફસોસ સંજુ પર હાવી હતો. તેમણે જણાવ્યું કે, કોઈ પણ મોટા આઘાતમાંથી બહાર આવવામાં તેમને ઓછામાં ઓછો એક સપ્તાહ લાગે છે. વર્લ્ડ કપના શરૂઆતના ૪-૫ દિવસો સુધી તેઓ માનસિક રીતે ખૂબ સંઘર્ષ કરી રહ્યા હતા. જાેકે, આ નિષ્ફળતાએ તેમને પોતાની અંદર જાેવાની તક આપી હતી. T-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ મેચમાં સંજુ સેમસને ટીમ માટે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું. સામાન્ય રીતે પાવરપ્લે પછી આક્રમક બેટિંગ કરનારા સંજુએ તે દિવસે મેચની સ્થિતિ સમજી. બીજી તરફથી સતત પડતી વિકેટોને જાેઈને તેમણે પોતાની રણનીતિ બદલી. સંજુએ જણાવ્યું કે, ક્રિકેટ જ તમારો સૌથી મોટો શિક્ષક છે. ૫૦ બોલમાં અણનમ ૯૭ રનની ધમાકેદાર ઇનિંગ્સ પછી સંજુએ કહ્યું કે, ‘હું ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છું. તે પળ મારા છેલ્લા શ્વાસ સુધી મારી સાથે રહેશે.’




