
દિગ્ગજ અભિનેતાએ પોતાની જીવન કથની લખવી શરૂ કરી રજનીકાંતની બાયોપિક માટે તૈયારી શરૂ થતાં ચાહકો ઉત્સાહમાં આત્મકથામાં રજનીકાંતના અંગત જીવન, શાનદાર કારકિર્દી, મહત્વના પડાવો અને તેમણે સામનો કરવા પડેલા પડકારોનું વિસ્તૃત વિવટ્ઠરણ થવાની આશા
બેંગલુરુના બસ કંડક્ટરથી ભારતીય સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર સુધીના પ્રેરક સફરનો ઉલ્લેખ કરતી રજનીકાંતની અતિ પ્રતિક્ષિત આત્મકથા પરથી હવે ફીચર ફિલ્મ બની શકે છે. જાે કે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટી નથી થઈ, પણ અહેવાલ અનુસાર સુપરસ્ટારે નિકટના સહયોગીઓ સાથે આ સંભાવના વિશે ચર્ચા કરી હોવાથી પ્રશંસકોનો ઉત્સાહ વધી ગયો છે.આ આત્મકથામાં રજનીકાંતના અંગત જીવન, શાનદાર કારકિર્દી, મહત્વના પડાવો અને તેમણે સામનો કરવા પડેલા પડકારોનું વિસ્તૃત વિવરણ થવાની આશા છે. અગાઉ તેની પુત્રી સૌંદર્યાએ પુષ્ટી કરી હતી કે દિગ્ગજ અભિનેતાએ પોતાની જીવન કથની લખવી શરૂ કરી દીધી છે. તેણે જણાવ્યું કે એમાં તેમના સંઘર્ષ, સમર્પણ અને સ્ટારડમ સુધીની અદ્ભુત સફર ઉજાગર કરવામાં આવી છે.




