
અજય દેવગણે રીલિઝ કેલેન્ડર બદલ્યું ડિસે.માં અજય દેવગણની રેન્જરને બદલે ગોલમાલ ફાઈવ આવશે પ્રભાસની ફૌજી સામે કોમેડી ફિલ્મ ગોલમાલ ફાઈવ ટકી જશે તેવી ધારણા : ચોથી ડિસેમ્બરે ‘ગોલમાલ ફાઇવ’ રજૂ થશે બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગણે પોતાની રીલિઝ સ્ટ્રેટેજી બદલી છે.હવે આગામી ચોથી ડિસેમ્બરે તેની ‘રેન્જર’ ફિલ્મની જગ્યાએ ‘ગોલમાલ ફાઇવ’ રજૂ કરવામાં આવશે.રસપ્રદ બાબત એ છે કે એક દિવસ અગાઉ એટલે કે ત્રીજી ડિસેમ્બરે પ્રભાસની પિરિયડ ફિલ્મ ‘ફૌજી’ પણ રજૂ કરવામાં આવશે.આમ ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામા અજય દેવગણ અને પ્રભાસ વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થશે. કદાચ અજય દેવગણની એવી ગણતરી છે કે પ્રભાસની ફિલ્મ સામે સિરિયસ સબ્જેક્ટ ધરાવતી ‘રેન્જર’ કરતાં કોમેડી ફિલ્મ ‘ગોલમાલ ફાઈવ’ ટકી જશે.આ વર્ષે ગોલમાલને વીસ વર્ષ થયા તે દિવસે ‘ગોલમાલ ફાઇવ’ની જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ હનુ રાઘવપુડી દ્વારા ર્નિદેશિત પિરિયડ એક્શન ડ્રામા’ ફૌજી’માં પ્રભાસ હીરો છે. આમ, બે અલગ જ પ્રકારની ફિલ્મો એક જ અઠવાડિયામાં રજૂ થશે.અજય દેવગણ ની હવે ઉપરાછાપરી ફિલ્મો રીલિઝ થશે. હાલ ‘ધમાલ ફોર’ની સફળતા બાદ તેની બીજી સફળ ળેન્ચાઇઝી’દૃશ્યમ થ્રી’ બીજી ઓક્ટોબરે રજૂ કરવામાં આવશે. એ પછી ચોથી ડિસેમ્બરે ‘ગોલમાલ ફાઇવ’ રજૂ થશે.




