
ભારે ભીડને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા હરિદ્વારમાં કાંવડનો તૂટ્યો રેકોર્ડ, ૪.૪૩ કરોડ કાંવડિયાઓએ ગંગાજળ લીધુ શ્રાવણ શિવરાત્રિ પર શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ, હરિદ્વારના દક્ષેશ્વર મહાદેવ મંદિરમાં લાંબી લાઇનો લાગી
શ્રાવણ શિવરાત્રિના પાવન અવસર પર દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જાેવા મળી રહી છે. હરિદ્વારના દક્ષેશ્વર મહાદેવ મંદિરમાં પણ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી લાઇનો લાગી છે. ભક્તો બમ-બમ ભોલે અને હર-હર મહાદેવના જયઘોષ સાથે ભગવાન શિવનો જળાભિષેક કરી રહ્યા છે. શિવરાત્રિના દિવસે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષે હરિદ્વારમાં કાવડ યાત્રા દરમિયાન રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. સોમવાર સાંજ સુધીમાં આશરે ૪.૪૩ કરોડ કાવડિયા હરિદ્વારથી ગંગાજળ લઈને પોતાના ઘરે પરત ફરી ચૂક્યા હતા. માત્ર સોમવારે જ લગભગ ૬૩.૬૦ લાખ શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હરિદ્વારમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
હરિદ્વારના અન્ય શિવ મંદિરોની જેમ દક્ષેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જાેવા મળી રહી છે. માન્યતા અનુસાર, આ મંદિર ભગવાન શિવના સસરા દક્ષ પ્રજાપતિ સાથે જાેડાયેલું છે અને તેથી તેનું ધાર્મિક મહત્વ વિશેષ છે. શિવરાત્રિના અવસરે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને જળાભિષેક માટે પહોંચ્યા છે.
સવારથી જ મંદિર પરિસર બહાર ભક્તો હાથમાં ગંગાજળ લઈને ભગવાન શિવને અર્પણ કરવા માટે આતુર જાેવા મળી રહ્યા છે. કાવડિયાઓ પણ પોતાની કાવડમાં લાવેલું પવિત્ર ગંગાજળ ભગવાન શિવને અર્પણ કરી રહ્યા છે.
શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને હરિદ્વાર પ્રશાસન દ્વારા સુરક્ષાના મજબૂત આયોજન કરવામાં આવ્યા છે. કાવડ માર્ગો અને મુખ્ય મંદિરોની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તેમજ પેરામિલિટરી ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મહિલા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓની પણ ખાસ ડ્યુટી લગાવવામાં આવી છે.
સુરક્ષા ઉપરાંત ભક્તોની સુવિધા માટે મેડિકલ કેમ્પ, પીવાના પાણી, ભોજન અને આરામની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુઓને સરળતાથી મંદિર સુધી પહોંચાડવા માટે વિવિધ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે.
લગભગ ૧૫ દિવસથી ચાલી રહેલી કાવડ યાત્રા દરમિયાન દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચ્યા હતા. ગંગાજળ ભર્યા બાદ કાવડિયા પોતાના શહેરો અને ગામો તરફ પરત ફરી રહ્યા છે. તેમની અવરજવર સરળ રહે અને સામાન્ય વાહનવ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં જરૂરી પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા છે.
શિવરાત્રિના અવસરે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત અને પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
દેશભરમાં ૩૦ જુલાઈથી કાવડ યાત્રાની શરૂઆત થઈ હતી અને શ્રાવણ શિવરાત્રિના દિવસે યાત્રાનું સમાપન થઈ રહ્યું છે. યાત્રાના અંતિમ દિવસે દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. હરિદ્વારમાં ગંગાજળ લઈને આવેલા કાવડિયાઓ દ્વારા ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વાતાવરણ હર-હર મહાદેવ અને બમ-બમ ભોલેના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે.




